નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરીટી, ન્યુ દિલ્હી તથા નામ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદની સૂચના મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલી દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી નિમિતે પાન ઈન્ડિયા અવેરનેસ એન્ડ આઉટરીચ પ્રોગ્રામ અન્વયે તારીખ ક ઓકટોબર, ૨૦૨૧ ના રોજ જિલ્લા કલેકટર કચેરી, અમરેલી તથા જિલ્લા આરોગ્ય વિભાગ, અમરેલીના સહયોગથી કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ, અમરેલી ખાતે મેગા લીગલ સર્વિસીઝ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં મામલતદારશ્રી. અમરેલી શહેર મામ્ય, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલી નથી જિલ્લા અદાલતના કર્મચારીશ્રીઓ, નાયબ મામલતદારશ્રી, પુરવઠા, એ.ટી.વી.ટી., વિધવા સહાય વૃધ્ધ સહાય, સીટી તલાટીશ્રીઓ/કલાર્કશ્રીઓ, જન સેવા કેન્દ્રના ઓપરેટરશ્રીઓ, શાંતાબા મેડીકલ કોલેજ તથા આરોગ્ય વિભાગના કર્મચારીશ્રીઓ તથા અમરેલી બાર એસોસીએશનના વકીલશ્રીઓ તથા પેરા લીગલ વોલેન્ટીયર્સ અને એસ.ડી. કોટક લો કોલેજના વિધાર્થીઓ હાજર રહેલ.
સદરહું કેમ્પમાં સોગંદનામા તથા આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રિમીલેયર સર્ટીફીકેટ, ડોમીસાઈલ સર્ટીફીકેટ, સિનિયર સીટીઝન સર્ટીફીકેટ, સીટી તલાટીની સેવાઓ, યુધ્ધ સહાય, વિધવા સહાય, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ જેવી વિવિધ કામગીરીઓ તથા કૌવીડ-૧૯ વૈકસીનેશન અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ. જેમાં શહેરના અંદાજીત ૩૫૦ થી વધુ લોકોએ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવેલ હતો તથા કૌવીડ-૧૯ ની વેકસીન લીધેલ અને બ્લડ ડોનેટ કરવામાં આવેલ હતુ.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

