Gujarat

અમરેલી જિલ્લા હોમગાર્ડઝ જવાનો ને તાઉં તે વાવાઝોડા માં મકાન માં નુકસાની નું વળતર ચૂકવણી માટે અમરેલી જીલ્લાના સાંસદ દ્વારા રજુઆત કરવામાં આવી.

અમરેલી જિલ્લા હોમગાર્ડઝ જવાનો ને તાઉં તે વાવાઝોડા માં મકાન માં નુકસાની નું વળતર ચૂકવણી માટે અમરેલી જીલ્લાના સાંસદ દ્વારા રજુઆત કરવામાં આવી.

હોમગાર્ડઝ દળને સુદઢ બનાવવા તેમજ વેલ્ફેર, મેડિકલ, મરણોત્તર તેમજ શિષ્યવૃતિ માટે ગૃહ વિભાગ દ્વારા વેલ્ફર ફંડ ઉભુ કરવામાં આવેલ છે. આ કલ્યાણનિઘિમાં હોમગાર્ડઝ જવાનો દર વર્ષે રૂ. ૩૦૦/-જેવી રકમ જમા કરાવતા હોય છે. હોમગાર્ડઝ વેલ્ફર ફંડમાંથી ફંડમાં જોડાયેલ સભ્ચોને મરણોત્તર સહાય, તબિબિ સહાય, સંતાનોને પ્રોત્સાહક સહાય તેમજ અન્ય સહાય મળે છે.જેથી દળમાં જવાનોમાં ઉત્સાહ જળવાઇ રહે છે.તેમજ જવાનો વેલ્ફર ફંડ/કલ્યાણ નિઘિમાં જોડાયેલ રહે છે. અમરેલી જિલ્લામાં તાઉ-તે વાવાઝોડા દરમિયાન અનેક હોમગાર્ડઝ જવાન/અધિકારીના મકાનને નુકસાન થયેલ.હોમગાર્ડઝ કલ્યાણનિઘિમાંથી અન્ચ સહાય પેટે અસાઘારણ સંજોગોમાં અકસ્માત, આગ/પૂર તથા કુદરતી આ૫ત્તિ/તોફાનોમાં હોમગાર્ડઝના સભ્ચોના મકાનને નુકસાન પેટે સરકારશ્રીની યોજના મુજબ સહાય રૂ૫ થવા જરૂરી સુચના થવા તેમજ અંગત રસ લઇ જવાનોના ૫રિવારને મદદરૂ૫ થવા માન.સાંસદશ્રી કાછડીયા દ્વારા કમાન્ડન્ટ જનરલશ્રીને રજૂઆત કરવામાં આવેલ હતી તેમ હોમગાર્ડ સેક્શન લીડર અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *