Gujarat

અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે શ્રી અશોક જોષીએ સફળતા પૂર્વક ચાર વર્ષ પૂર્ણ કર્યા.-  અમરેલી જીલ્લા હોમગાર્ડની રાજ્યકક્ષાએ આગવી ઓળખ ઉભી કરી.

કડક અને ઈમાનદાર તેમજ  સમય પાલન, શિસ્ત પાલન અને કર્તવ્ય પાલનના હિમાયતી જિલ્લા કમાન્ડન્ટ શ્રી અશોક જોષી એ તા.૨૪/૧૦/૧૭ ના રોજ જિલ્લા કમાન્ડન્ટ તરીકે ચાર્જ સંભાળ્યાને ચાર વર્ષ પૂર્ણ થયા. જેના કાર્યકાળ માં અમરેલી જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા અનેક પ્રગતિ ના સોપાન સર કર્યા છે. રાજ્ય કક્ષાના તાલીમ કેમ્પમાં અમરેલીના જવાનો ને તાલીમબદ્ધ થવા મોકલ્યા. ચાર વર્ષ માં જવાનો ને ૯૦ થી વધુ સ્મૃતિ ચિહ્ન કે પ્રમાણપત્ર થી સન્માનિત કરાયા જે જિલ્લા માટે ગૌરવ ની વાત છે. કોરોના વોરિયર્સ તરીકે હોમ ગાર્ડ જવાનોને પ્રોત્સાહિત કર્યા. લોકો, વિવિધ સંસ્થાઓ દ્વારા જવાનો નું “કોરોના વોરિયર્સ” તરીકે સન્માન થયું. જિલ્લા કચેરી ખાતે ખુદ કામગીરી કરી જવાનોના માનદ બીલ/પગાર નિયમિત જમાં કરવાની કામગીરી પ્રસંશનીય છે. વૃક્ષારોપણ કાર્યક્રમ અને બ્લડ ડોનેશન કેમ્પ તથા નેત્ર નિદાન કેમ્પ દ્વારા સેવાકીય કાર્યો અને સ્મશાન સફાઈ જેવી પ્રવૃત્તિથી દળની આગવી ઓળખ ઉભી કરેલ છે. પી.સી. રેન્ક ઉમેદવારોની મીટીંગ આયોજન અને માર્ગદર્શનના કારણે જિલ્લા ના અનેક ઉમેદવારો રેન્ક ટેસ્ટ પાસ થયા. એસ.પી.સી. રેન્ક માં યુનિટ અધિકારી ની નિમણુક કરાવેલ. એન.સી.ઓ. રેન્ક ટેસ્ટના  સફળ આયોજન કરી રાજ્ય કક્ષાએ જિલ્લાને અગ્રેસર બનાવેલ છે.જિલ્લાના માનદ અધિકારીઓને સાત સાત માન. મુખ્યમંત્રી મેડલ મળવા એ શ્રી જોષી ના કાર્યકાળ ની ખાસ યશ કલગી છે. મેડલ મેળવનાર ઓનું યથોચિત સન્માનિત કરાવી પ્રોત્સાહિત કરેલ છે. જિલ્લા કચેરી માટે અને જાફરાબાદ યુનિટ માટે જમીન મેળવી તથા બગસરા, લીલીયા,વડીયા અને ડુંગર સહિત અન્ય યુનિટ માટે ગ્રાઉન્ડ અને કચેરી માટે મકાન બને એ માટે સતત પ્રયત્નશીલ છે. જીલ્લા કમાન્ડન્ટ અશોક જોષી હંમેશા હોમગાર્ડ જવાનોની સાથે ઉભા રહી જવાનોનો ઉત્સાહ પુરો પાડી રહ્યા છે. લોકડાઉન બંદોબસ્ત, કોરોનાં કન્ટેમેન્ટ બંદોબસ્ત, તહેવારો અને ચૂંટણી બંદોબસ્ત, નાઈટ ડ્યુટી વગેરે જેવી ફરજ બજાવી હોમગાર્ડ જવાનો પોલીસ ની કદમ મીલાવી કામગીરી કરી રહ્યા છે.મુખ્ય મંત્રી રાહત ફંડ માં   દળ ના જવાનોએ ફાળો આપેલ છે. વેલફર કલ્યાણ નિધિ માથી જિલ્લાના જવાનોના  સંતાનને શિષ્ય વૃત્તિ સહાય, દીકરીના લગ્ન પ્રસંગે સહાય તેમજ જવાન ના નિધન વેળા એ પરિવાર ને મૃત્યુ સહાય મંજૂર કરાવી જવાનો ના પરિવાર સાથે જોડાયેલ છે.જીલ્લા કમાન્ડન્ટ શ્રી જોષીના ચાર વર્ષ પૂર્ણ થવાથી મિત્રો, જવાનો અને અગ્રણીઓ તરફથી અભિનંદન આપવામાં   આવી રહ્યા છે.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20211023-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *