Gujarat

અમ્યુકોની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રસ્તાઓના જવાબ

અમદવાદ
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક ઝોનમાં રોડ-રસ્તાના રિસરફેસની કામગીરી ચાલી રહી છે. તે અંગે ખુદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર ફોટા ફીટ કરી અને માહિતી સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે. જાેકે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રોડ રસ્તા મામલે ફરી એક વાર ફટકાર લગાવતા કોર્પોરેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાના કારણે બજેટ ખોરવાયું છે. બજેટને ધ્યાનમાં રાખી રોડ રસ્તાની કામગીરી કરાતી હોવાની રજૂઆત કરવામાં આવી રહી છે. કોર્પોરેશન પાસે બજેટ ન હોવાના નિવેદનને લઇને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકોમાં રોષ ફેલાયો છે. એક તરફ દરેક ઝોનમાં કોર્પોરેટરો જાતે ઊભા રહી અને રસ્તાની કામગીરી કરાવી રહ્યા છે. કોર્પોરેશનમાં સૌથી પહેલા પ્રાયોરિટીમાં રોડના કામો અત્યારે લેવામાં આવી રહ્યા છે અને બીજી તરફ કોર્પોરેશનના જ વડા હાઇકોર્ટમાં આ રીતે કોરોનામાં બજેટના નામે કામગીરીની ઢીલાશ હોવાની રજૂઆત કરતા ભાજપ પક્ષ અને કોર્પોરેટરોની છબી ખરાબ ઉભી થાય છે લઈ આજે સ્ટેન્ડિંગ કમિટિ સભ્યો કમિશનરનો ઉઘડો લે તેવી પૂરી શક્યતા જણાય છે. જાેકે આ તમામની વચ્ચે એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભાજપના શાસકો મ્યુનિસિપલ કમિશનર કે ઉચ્ચ અધિકારીઓ આવી બાબતોની કોઈ ચર્ચા કરતા નથી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક તોફાની બને તેવી શક્યતાઓ છે. ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદના રોડ રસ્તા મામલે કોરોનાને કારણે બજેટ ખોરવાયું અને કામો અટવાયા હોવાની કોર્પોરેશન દ્વારા રજુઆત કરાઈ હતી. એક બાજુ રોજ રોડ રીસરફેસ અને નવા બનાવવા માટેના કામ ચાલુ છે. બીજી તરફ બજેટ ખોરવાયું હોવાનો હાઈકોર્ટમાં જવાબ આપવામાં આવે છે. જેને લઈ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યો દ્વારા રોડ-રસ્તાના કામ અંગે મ્યુનિસિપલ કમિશ્નર પાસે જવાબ માંગવામાં આવશે. તેમની પાસે રોડ-રસ્તાના કામ હોય કે અન્ય કામ હોય તેનોન હિસાબ કે ક્યાં કેટલું કામ અને શું છે તેની વિગતો પણ માગી શકતા નથી.જેથી ભાજપના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અને તેમની ટીમ ખૂબ જ નબળી સાબિત થઈ છે. ભાજપમાં સહકોષાધ્યક્ષ અને કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્ર શાહ કોર્પોરેશનમાં ખૂબ જ નબળા સાબિત થયા છે. એક તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ધર્મેન્દ્ર શાહ માત્ર ક્યાં કોન્ટ્રાક્ટરોને કામો અને આપવા તેની જ ચર્ચા અલગ-અલગ કમિટીના ચેરમેન સાથે કરે છે. પરંતુ પ્રજાકીય કામ કે જે ખરેખર કરવાનું હોય છે તે અંગે તેઓ કોઈ ચર્ચા કરતા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે રીતે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે દરેક કામને લઈને સંકલન હોવું જરૂરી છે તેવું સંકલન આજે પણ નવી ચૂંટાયેલી પાંખ આવ્યાને દસ મહિના થઇ ગયા છતાં પણ સંકલન જાેવા નથી મળી રહ્યું. માત્ર નાના કામો હોય છે તેને ધ્યાનમાં લેવામાં આવે છે ગુજરાત હાઈકોર્ટમાં જે રીતે અત્યારે રોડ રસ્તા, બીયુ પરમિશન અને ફાયર ર્દ્ગંઝ્રનો મુદ્દો ચાલી રહ્યો છે તેને લઈને પણ ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે કોઈ વાતચીત કે માહિતીની આપ લે થતી ન હોવાના કારણે કોર્પોરેશન અને કામગીરી ના ધજાગરા ઊડી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *