અરવલ્લી જીલ્લા LCB પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.પરમાર તથા LCB સ્ટાફના માણસો સાથે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર ને મળેલ બાતમી આધારે વાહન ચેકીંગ દરમ્યાન ટ્રક કન્ટેનર આવતા તેને તપાસતા પ્રથમ દ્રષ્ટિએ ખાલિ હોવાનુ જણાઇ આવેલ પરંતુ ઉડાણપૂવૅક ટ્રક કન્ટેનરની તપાસ કરતા અંદર ગુપ્ત ખાનુ હોવાનુ જણાઇ આવતા તેને ગેસ કટરની મદદથી કાપીને વિદેશી દારૂ બહાર કાઢવામાં આવેલ.
જે ટ્રક નં HR 47 B 7835 જેની કિ.રૂ. ૧૦ લાખ તથા વિદેશી દારૂ બોટલો નંગ- ૨૪૧૨ જેની કિ.રૂ. ૧૪,૪૭,૨૦૦ નો તથા અેક આરોપી રવિ સ/ઓ શ્રીપાલ પાલ રહે.સરોરા તા.ઉઝાની જિ. બદાયું ઉતરપ્રદેશ ક્લીનર સાથે પકડી પાડી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૨૪,૪૭,૨૦૦ નો અેક આરોપી સાથે કબ્જે કરી આગળની કાયૅવાહી હાથ ધરવામાં આવી હતી.
