Gujarat

આગામી શુક્રવારે બપોરે ૧૨ થી ૨ કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ લોકોને રૂબરૂ મળશે

 ગુજરાત સરકારશ્રી દ્વારા રાજ્યમાં વસતા અનુસુચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે યોજના અન્વયે જામનગર શહેરમાં ઝોનકક્ષાની શિબિરનું આયોજન તા.૨૦/૧૦/૨૦૨૧ થી ૨૫/૧૦/૨૦૨૧ દરમ્યાન આઈ.ટી.આઈ.જામનગર ખાતે કરવામાં આવેલ હતી.

             આ શિબિરમાં વ્યક્તિત્વ વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્યપદ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે જેહાદ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવકોની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું. જેમાં યોગ અંગે  યોગ કોચ શ્રી પ્રીતીબેન શુક્લા, બેન્કીંગ સેવાઓ વિશે બંધન બેન્કના શ્રી ચિરાગ પટેલ, ફાયર સેફટી અંગે ફાયર ઓફિસરશ્રી જશ્મીન પટેલ, આપાતકાલીન સેવાઓનું શ્રી મોહિત સિસોદિયા, ટ્રાફિક નિયમનનું ટ્રાફિક ઇન્સ્પેકટરશ્રી આર.જી.ચૌધરી, કાયદાકીય પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એન.વી.હરિયાણી, વ્યસનમુક્તિ અંગે સમાજ સુરક્ષા વિભાગના SDO શ્રી ઉદયકુમાર વ્યાસ, યુવક મંડળ વિષે નેહરુ યુવા કેન્દ્રના એચ.એન.ખીમસુરીયા, રમત ગમત વિષે ડો.દિલીપ વ્યાસ, સંસ્કૃતિ વિશે શ્રી લલિત જોશી, NCC વિષે રમેશ જોશી, દિવ્યાંગની યોજનાઓ વિશે શ્રી સતારભાઈ દરજાદાએ માર્ગદર્શન આપ્યું હતું.

         આ ઉપરાંત સરકારી ભરતીની તૈયારીઓ માટેનું માર્ગદર્શનશ્રી જયેશભાઈ વાઘેલા તેમજ દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા વિષે લેફ્ટનન્ટ મનોજ બ્રિસ્ટ અને લેફ્ટનન્ટ સુષ્મિતા વગેરે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. આ તકે જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી નીતાબેન વાળા, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી મહેશજી ઠાકોર, ભગીરથસિંહ જાડેજા, ભરતભાઈ પરમાર, ITIના પ્રિન્સીપાલશ્રી એમ.એમ.બોચિયા, ઈન્સ્ટકટર શ્રી કાનજીભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

shibir-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *