દેશભરના ટોલ પ્લાઝા પર ઓટોમેટિક પેમેન્ટ સિસ્ટમ FASTag આજથી ફરજિયાત થઈ જશે. જે લોકોએ અત્યાર સુધી પોતાની ગાડીમાં તેને નથી લગાવ્યું કે પછી જેની ગાડીમાં ટેગ કામ નથી કરી રહ્યું તેને દંડ ભરવો પડી શકે છે.
દંડ સ્વરૂપે ગ્રાહકોએ પોતના વાહનોની કેટગરીના હિસાબથી લાગતા ટોલની બે ગણી રકમ ચુકવવી પડી શકે છે. ફાસ્ટ ટેગ લાગેલા વાહનોને ટોલ પ્લાઝા પર અટકવાની જરૂર નહી પડે આજે મધ્યરાત્રીથી દરેક વાહનો માટે ફાસ્ટ ટેગ અનિવાર્ય થયું છે.
NHAIએ આ માટે 40 હજારથી વધારે સેન્ટર બનાવ્યા છે જ્યાં તમે જરૂરી ડોક્યૂમેન્ટ્સ દર્શાવી ફાસ્ટ ટેગ ખરીદી શકો છો. જ્યારે તમે ટોલ પ્લાઝા પરથી પસાર થશો તો તેની સાઈડમાં ફાસ્ટ ટેગ માટે બૂથ બનાવવામાં આવ્યા છે.