ગાંધીનગર
જીએમસીની ચૂંટણી મહત્વપૂર્ણ છે કારણ કે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પહેલી ચૂંટણીલક્ષી પરીક્ષા હશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને જીએમસી એ ગાંધીનગરના મોટા લોકસભા મતવિસ્તારનો ભાગ છે. મહત્વનું છે કે, ગાંધીનગર શહેરમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ રહે છે. જીએમસીની પહેલી ચૂંટણી ૨૦૧૧માં યોજાઈ હતી અને કોંગ્રેસે બહુમતી મેળવી હતી. જાે કે, મેયર સહિત ત્રણ કાઉન્સિલરે ભાજપમાં સામેલ થઈને જીએમસીની સત્તા આપી હતી. ૨૦૧૬ની ચૂંટણીમાં પણ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈ થઈ હતી. એક કાઉન્સિલર ભાજપમા સામેલ થયા હતા અને મહાનગરપાલિકાની સત્તા અપાવી હતી. રાજ્યના પાટનગર ગાંધીનગરના મતદારો રવિવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, કારણે ગાંધીનગર મહાનગરપાલિકા (જીએમસી)ની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ભાજપ ખૂબ ઓછી બહુમતી સાથે મહાનગરપાલિકાની સત્તામાં રહી છે, જ્યારે ઘણા વર્ષોથી કોંગ્રેસનો મજબૂત મતદાર આધાર રહ્યો છે. ગાંધીનગર અને મહાનગરપાલિકાની હદની અંદર સામેલ કેટલાક પાડોશી ગામોમાં હાલમાં જ સીમાંકન લાગુ કરવામાં આવ્યું હોવાથી, ભાજપને મહાનગરપાલિકામા મોટો લાભ થશે તેવુ લાગી રહ્યું છે. ચૂંટણીના મેદાનમાં આમ આદમી પાર્ટીના (છછઁ) પ્રવેશથી જીએમસીની હરીફાઈમાં એક નવું પરિમાણ ઉમેરાયું છે, જ્યાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી થતી આવી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં ગાંધીનગરમાં રોડ શો કરનારા છછઁના નેતા મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે, તેમની પાર્ટી રાજ્યના પાટનગરની ચૂંટણીમાં જીત મેળવશે.