Gujarat

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાણપુર તાલુકાની અંડર-૧૯ શાળાકીય સ્પર્ધાઓ યોજાય.

વોલીબોલ,ખો-ખો, કબડ્ડી,એથ્લેટીક્સ રમતોની સ્પર્ધા યોજાય.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ ગાંધીનગર અને કમીશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તેમજ જિલ્લા રમતગમત અધીકારી ની  કચેરી બોટાદ પ્રેરિત અંડર-19  શાળાકીય  સ્પર્ધાઓનું રાણપુર તાલુકાકક્ષાએ આયોજન થયેલ. કોરોનાની મહામારી બાદ ઘણાં સમય પછી તાલુકાકક્ષાએ વોલીબોલ, ખો-ખો,કબડ્ડી અને એથ્લેટીક્સ (દોડ,કૂદ,ફેંક)નું આયોજન હોય ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળેલ.ભાઈઓ/બહેનોએ દરેક રમતોમાં ભાગ લઈને તંદુરસ્ત સ્પર્ધાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડેલ. ખો-ખો,કબડ્ડી માં કે.ડી.પરમારની ટીમો વિજેતા તેમજ મોડલશાળા અને અલાઉની ટીમો રનર્સ અપ રહેલ જ્યારે  એથ્લેટીક્સની અલગ અલગ ૧૩ સ્પર્ધામાં મોડલશાળાના ભાઈઓ/બહેનો બહોળી સંખ્યામાં વિજેતા થયેલ.વિજેતા સ્પર્ધકો આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ રાણપુર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.તાલુકા કક્ષાની સમગ્ર કાર્યક્રમ માટે બોટાદ જિલ્લા રમતગમત અધીકારી ગોહિલ તેમજ દિહોરા દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવેલ.તમામ રમતોમાં કોવીડ-19 ની માર્ગદર્શિકા મુજબ પાલન કરવામાં આવેલ.રાણપુર તાલુકા રમતગમત સહ કન્વીનર ઘનશ્યામભાઈ તેમજ તાલુકા કન્વીનર આર.એસ.રાઠોડ (બી.આર.સી.કો રાણપુર) દ્વારા આ શાળાકીય રમતોનું સુચારુ આયોજન થયેલ.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Screenshot_20211026-163343_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *