Gujarat

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નશાબંધી નિયામકશ્રીના અધ્યક્ષપદે વ્યસનમુકિત કાર્યક્રમનું આયોજન કરાયું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગતતા.૨૬/૧૧/૨૧ ના રોજ શ્રી ઉતર બુનિયાદી નવસર્જન સ્કુલ,રાવલસર,ખંભાળીયા હાઇવે રોડ, જામનગર ખાતે નશાબંધી અને આબકારીવિભાગગાંધીનગરના નિયામકશ્રી સુનિલકુમાર (I.A.S.) ની પ્રેરક ઉપસ્થિતીમાં વ્યસન નિષેધ કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને તમાકુ, બીડી, સિગારેટ તથા દારૂ જેવા તમામ વ્યસનોથી દુર રહેવા તથા તેઓના પરિવારના સભ્યો તેમજ મિત્રોમાં જો કોઇ આ પ્રકારના વ્યસનો ધરાવતું હોય તો તેઓને આ વ્યસનની બદિથી દુર રાખવા અપીલ કરી હતી. તેમજ નિયામકશ્રીએ ગાંધીજીના જીવન-કવન વિશેની માહિતી આપી હતી અને ઉમેર્યુ હતુ કે રાજ્ય સરકાર પણ ગુજરાતમાથી વ્યસનના દુષણને દુર કરવા સતત પ્રયત્નશિલ છે અને તેથી જ લઠ્ઠા કાંડ, ડ્રગ્સ, દારૂ વગેરે જેવા ગુનાહિત કૃત્યો આચરતા ગુનેગારને ફાંસી ની સજા મળે એ પ્રકરના કયદાઓ પણ રાજ્ય સરકારે અમલમાં મુક્યા છે.તેમજ ફેસબુક, વોટ્સએપ, ગેમિંગ તથા ઇન્ટરનેટ આ તમામ સ્ક્રીન નો સદઉપયોગ થાય તેવા હેતુથી જ તેનો ઉપયોગ કરવા સુચના આપી આજની યુવા પેઢીને આસન, પ્રાણાયામ, યોગ તરફ વળવા અપીલ કરી હતી.આ કાર્યક્રમમાં સ્કુલના આચાર્ય શ્રી એન.જે.ગેડીયા, જિલ્લા મહિલા બાળવિકાસ અધિકારીશ્રી ચંદ્રેશ ભાંભી, શ્રી પી.એમ.જાડેજા મોટીવેશનલ સ્પીકર તેમજ શાળાના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સહદેવસિંહ વાળા, અધિક્ષક, નશાબંધી અને આબકારી, જામનગર અને તેઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.

29-11-21-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *