આટકોટ ના કાનપર મા, જુના ઈસવરીયાના રસ્તે ના મહેશભાઈ કડેવાળ વાડી મા અજાણ્યા શખ્સો એ વાડી મા પડેલા જીરુ મા આગ ચાંપી દીઘી 150 મણ જીરું બળી ને રાખ થય ગયું ત્રણ લાખ રૂપિયા ની નુકસાન થયું
આટકોટ આટકોટ ના કાનપર ગામે જુના ઈસવરીયાના વાડી ના રસ્તે મહેશભાઈ મગનભાઈ કડેવાળ રાત્રે કોઈ અજાણ્યા ઈસમે વાડી મા ઉપાડેલા જીરુ ના ઠગલા પર આગ ચાંપી દીઘી અંદાજે 150મણ જીરુ બળીને ભસ્મ થઇ ગયું હતું ત્રણ લાખ ની નુકસાન થયું હતું મહેશભાઈ જણાવ્યું હતું કે અમને રાત્રે બે વાગ્યે જાણ થતાં અમે ઘટના સ્થળે પહોંચી ગયા હતા પણ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું આજુબાજુ વાડી ના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા પણ આગ કાબુમાં આવે તેમ નહોતી અંદાજે ત્રણ લાખ રૂપિયા ની નુકસાન થયું હતું શિયાળા ની સીઝન નો પાક અમારો બળી ગયો અમારી મહેનત પર પાણી ફરી વળ્યા હતું અમારે કોઈ સાથે વેર ઝેર નથી છતાંય અમારા જીરુ મા કોઈ અજાણ્યા ઈસમે આગ લગાડી આદીવાસી સાથે મારે ભાગમાં જીરુ વાવેતર કર્યુ હતું આટકોટ પોલીસ ને જાણ કરતાં આટકોટ પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ આદરી હતી સવારે અમારે આ જીરુ, થેસર થી કાઠવામાં નું હતું પણ રાત્રે આ બનાવ બન્યો હતો તેવું મહેશભાઈ જણાવ્યું હતું હજુ થોડા દિવસ પહેલા વીરનગર મા વાડી વિસ્તારમાં આઠ વિઘા જીરુ સળગાવી દીધું હતું જેનો આરોપી હજુ પકડાયેલા નથી તયા ફરી કાનપર સીમમાં ખેડુત નું જીરુ સળગાવી દેવામાં આવ્યું ખેડૂતો મા , ફફડાટ પ્રસરી ગયો હતો હાલમાં ખેડૂતો ને જીરાની અને ચણાની સીઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતો પણ હવે રાત્રે વાડીમાં રખેવાળી કરી રહ્યા છે આવા બનાવો થી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેડૂતો એક બીજાને જાણ કરી અને પાકનું રક્ષણ કરવાનું કહે છે તસવીરો પિયુષ વાજા જસદણ