મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કપડવંજ તાલુકાના આતરસુંબા ખાતે આજ રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આતરસુંબા, વાધાવત, કોસમ, ધોળાકુવા, નિકોલ, કાભઈના મુવાડા, કરકરીયા, ઉકરડીના મુવાડા,વાવના મુવાડા,જોરાપુરા, કેસરપુરા સહીતના ૪૮૪૩ લાભાર્થીઓ એ સરકારશ્રી ની વિવિધ સેવાઓ નો લાભ લીધો હતો.
આતરસુંબા પ્રાથમિક કુમાર શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપ મંત્રી શ્રી નિલેશભાઈ પટેલ, કપડવંજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ધૂળસિંહ સોલંકી, મહામંત્રીશ્રી ગણપતસિંહ રાઠોડ, ખેડા જિલ્લા કિસાન મોરચા પ્રમુખ શ્રી ચિમનભાઈ પટેલ, શ્રી રૂપસિંહજી, પૂર્વ પ્રમુખ શ્રી મૂળરાજસિંહ સોલંકી, કપડવંજ મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી સાહેબ, આતરસુંબા સરપંચ શ્રી રાજેશભાઈ શર્મા સહીતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયેલ આ કાર્યક્રમમાં સરકારશ્રીના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ એ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેમાં કુલ ૪૮૪૩ લાભાર્થીઓ એ સરકારશ્રીની વિવિધ સેવાઓ નો લાભ લીધો હતો.
સરકારશ્રીની આ જન કલ્યાણ અને છેવાડાના વિસ્તારોના નાગરિકોના ધર આંગણે જઈ તેમની સેવા કરવાની કામગીરીને સર્વે આગેવાનો અને નાગરિકો એ ખૂબ બિરદાવી હતી.


