Gujarat

આત્મનિર્ભર સ્વસ્થ ભારત’ યોજનાનું એલાન, કોરોના વેક્સીન માટે ₹ 35 હજાર કરોડ

દેશનું સામાન્ય બજેટ (Budget 2021)આજે રજૂ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય નાણાં મંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સંસદમાં સવારે 11 કલાકે બજેટ રજૂ કરશે. કોરોના સંકટ કાળમાં (Corona Pandemic) કથળી ગયેલી અર્થ વ્યવસ્થાને (Indian Economy) વેગ આપવા માટે આ બજેટ પર સૌ કોઈ નજર રાખીને બેઠુ છે. ટેક્સ હોય કે રોજગાર દરેક મોર્ચા પર દેશને આ બજેટથી અનેક આશાઓ છે.

 રેલવે અને મેટ્રો માટે મોટી જાહેરાત
રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર થઈ ગઈ છે. કુલ 1.10 લાખ કરોડ રૂપિયાનું બજેટ રેલવે માટે આપવામાં આવ્યું છે. ભારતીય રેલવે ઉપરાંત મેટ્રો, સિટી બસ સેવાને વધારવા પર ફોક્સ કરવામાં આવશે. આ માટે 18 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. હવે મેટ્રો લાઈટ લાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. કોચ્ચિ, બેંગલુરૂ, ચેન્નઈ, નાગપુર, નાસિકમાં મેટ્રો પ્રોજેટ્કને વધારવાની જાહેરાત કરવામાં આવી.

જૂના વાહનો માટે આવશે સ્ક્રેપ પૉલિસી
દેશમાં જૂના વાહનો માટે આવશે સ્ક્રેપ પૉલિસી. દરેક વાહન માટે લેવું પડશે ફિટનેશ સર્ટિફિકેટ. વૉલેન્ટ્રી સ્ક્રેપ પૉલિસી ટૂંક સમયમાં થશે લૉન્ચ.

પશ્ચિમ બંગાળ સહિત ચૂંટણી આવી રહી હોય તેવા રાજ્યો માટે ખાસ એલાન
તમિલનાડુમાં નેશનલ હાઈવે પ્રોજેક્ટ (1.03 લાખ કરોડ) ફાળવાયા. જેમાં ઈકૉનોમિક કૉરિડોર બનાવવામાં આવશે. કેરળમાં પણ 65 હજાર કરોડ રૂપિયાના ખર્ચે નેશનલ હાઈવે બનાવવામાં આવશે. મુંબઈ-કન્યાકુમારી ઈકૉનોમિક કૉરિડોરની જાહેરાત કરાઈ. પશ્ચિમ બંગાળમાં પણ કોલકત્તા-સિલીગુડી માટે નેશનલ હાઈવે પ્રોજેક્ટનું એલાન. આસામમાં આગામી ત્રણ વર્ષમાં હાઈવે અને ઈકૉનોમિક કૉરિડોરની જાહેરાત કરવામાં આવી.

ટેક્સટાઈલ પાર્ટ માટે મોટી જાહેરાત
બજેટ સ્પીચમાં જણાવ્યું કે, દેશમાં 7 ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે. જેથી આ ક્ષેત્રમાં ભારત એક્સપોર્ટ કરનાર દેશ બને. આ પાર્ક ત્રણ વર્ષમાં તૈયાર કરવામાં આવશે. નાણા મંત્રી તરફથી ડેવલોપમેન્ટ ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યૂટ (DFI) બનાવવાની જાહેરાત કરવામાં આવી. જેમાં 3 વર્ષની અંદર 5 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ હોય. બજેટમાં એલાન કરવામાં આવ્યું કે, રેલવે, NHAI, એરપોર્ટ ઓથૉરિટીની નજીક હવે અનેક પ્રોજેક્ટને પોતાના લેવલ પર પાસ કરાવવાની તાકાત હશે.

“આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના” ની જાહેરાત
નાણાં મંત્રીએ પોતાની બજેટ સ્પીચમાં “આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના”ની જાહેરાત કરી છે. સરકાર તરફથી 64,180 કરોડ રૂપિયા આ માટે આપવામાં આવ્યા છે અને સ્વાસ્થ્ય બજેટને વધારવામાં આવ્યું છે. આ સાથે જ સરકાર તરફથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સ્થાનિક મિશનને ભારતમાં લૉન્ચ કરવામાં આવશે.

સ્વચ્છ ભારત મિશન”ને આગળ વધારવાનું એલાન કર્યું. જે અંતર્ગત શહેરોમાં “અમૃત યોજના”ને આગળ વધારવામાં આવશે. આ માટે 2,87,000 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા. આ સાથે જ નાણાં મંત્રી તરફથી ‘મિશન પોષણ 2.0’નું એલાન કરવામાં આવ્યું છે.

નિર્મલા સીતારમણ તરફથી કોરોના વૅક્સીન માટે 35 હજાર કરોડ રૂપિયાનું એલાન કરવામાં આવ્યું. સ્વાસ્થ્ય ક્ષેત્રના બજેટને 137 ટકા વધારવામાં આવ્યું છે.

 આ કપરો કાળ, સંકટનો સામનો કરી રહી છે વૈશ્વિક અર્થ વ્યવસ્થા

→ આ વખતે ડિજિટલ બજેટ છે. આ એવા સમયે આવી રહ્યું છે, જ્યારે દેશની GDP સતત બે વખત માઈનસમાં ગઈ છે, પરંતુ આ ગ્લોબલ ઈકૉનોમીની સાથે પણ આવું જ થયું છે. વર્ષ 2021 ઐતિહાસિક વર્ષ થવા જઈ રહ્યું છે. જેના પર દેશની નજર છે. મુશ્કેલીની આ ઘડીમાં પણ મોદી સરકારનો ફોક્સ ખેડૂતોની આવક બે ગણી કરવા, વિકાસને વેગ આપવા અને સમાન્ય લોકોને સહાયતા પહોંચાડવા પર છે.

→ મોદી સરકાર તરફથી આત્મનિર્ભર ભારત પેકેજ, અનેક યોજનાઓને કોરોના કાળમાં દેશ સમક્ષ લાવવામાં આવી. જેથી અર્થ વ્યવસ્થાને વેગ આપી શકાય. આત્મનિર્ભર ભારત પેકેજમાં કુલ 27.1 લાખ કરોડ રૂપિયાની મદદ જાહેર કરવામાં આવી. આ તમામ 5 મિની બજેટ સમાન હતી.

→ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ કોરોના કાળમાં પ્રથમ બજેટ રજૂ કરી રહ્યાં છે. આ દરમિયાન વિપક્ષના સાંસદો દ્વારા સતત સુત્રોચાર કરવામાં આવી રહ્યો છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, ગત વર્ષ દેશ માટે અનેક પડકારોથી ભરેલુ રહ્યું છે. એવામાં આ બજેટ એવા સમયે આવી રહ્યું છે, જ્યારે અનેક સંકટ છે. કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ગરીબોને ગેસ અને રાશનની વ્યવસ્થા આપવામાં આવી.

→ મોદી સરકારે 80 કરોડ ગરીબોને મફત ભોજન આપ્યુ. કોરોનાના કારણે આ બજેટ ખાસ છે. લોકડાઉન ના હોત તો તકલીફ વધુ વધતી. નાણા મંત્રીએ તમામ કોરોના વર્કસનો આભાર માન્યો હતો.

→ કોરોના સંકટ દરમિયાન નાના અને મધ્યમ ઉદ્યોગોને સરકારે મદદ કરી

→ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી બેઠકમાં સામાન્ય બજેટને મંજૂરી મળી ગઈ છે. હવે થોડી વારમાં નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે

→ કોંગ્રેસ સાંસદ ગુરજીત ઔજલા સંસદમાં કાળા કપડા પહેરીને આવ્યા છે. કોંગ્રેસે રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કર્યો હતો. હવે ખેડૂત આંદોલનના મુદ્દા પર કોંગ્રેસ સાંસદ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

→ કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કર્યું છે. “શું ‘અધિકત્તમ નારા, ન્યૂનત્તમ કામ’ વાળી સરકાર બજેટ-2021ને લઈને ભારતની આશાઓ પર ખરી ઉતરી શકશે.

→ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચી ચૂક્યા છે અને હવે કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. મોદી કેબિનેટમાં બજેટને મંજૂરી આપવામાં આવશે. જે બાદ બજેટ સંસદમાં રજૂ કરવામાં આવશે.

→ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સંસદ ભવન પહોંચી ગઈ છે. જ્યાં હવે થોડી વારમાં મોદી કેબિનેટની બેઠક શરૂ થશે. જે બાદ બજેટને મંજૂરી મળી જશે.

દેશનું સમાન્ય બજેટ 2021-22 (Union Budget 2021-22) રજૂ થયા પહેલા સોમવારે શેર બજારમાં તેજી જોવા મળી, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ લગભગ 400 અંકના ઉછાળા સાથે 46,617.95 અંક પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટો 13,758 અંક પર રહ્યો.

નાણાં મંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) અને રાજ્ય નાણાં મંત્રી અનુરાગ ઠાકુર નાણાં મંત્રાલયથી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. કોરોનાના કારણે આ વર્ષ પ્રથમ વખત બજેટ પેપર લેસ હશે. નાણાં મંત્રાલયનું માનીએ તો, મેડ-ઈન-ઈન્ડિયા ટેબ્લેટ થકી નાણાં મંત્રી બજેટ રજૂ કરશે. બજેટની સોફ્ટ કોપી ઓનલાઈન ઉપલબ્ધ થશે.

→ અનુરાગ ઠાકુરે કહ્યું કે, આ બજેટ સામાન્ય લોકોની આશાઓને અનુરુપ હશે. “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ”ના મંત્ર પર કામ કરનારી સરકારે આત્મનિર્ભર ભારત પેકેજના એલાન, દેશને મહામારીથી બચાવીને અર્થતંત્રની ધીમે-ધીમે પાટા પર લાવીને ભારતને નવી દિશા આપી છે.

→ કોરોનાની મહામારીના સંકટ વચ્ચે દેશની જનતાને રાહત મળે તેવી આશા રાખવામાં આવી રહી છે. આ સાથે જ સ્વાસ્થ્ય સેવા, રક્ષા પર વધુ ખર્ચ થકી આર્થિક સુધારાને પણ આગળ ધપાવવા પર વધુ ધ્યાન આપવામાં આવી શકે છે.

IMG_20210201_122426.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *