ગાંધીનગર
ભાજપના રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર ત્રીજા મોરચાને કોઈ મહત્ત્વ હોતું નથી. આમ આદમી પાર્ટીનું કોઈ પણ વજૂદ નથી. હું ૧૦૦% કહીશ કે આપણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વાત કરતા હોય તો આપણે સમજવું જાેઈએ કે ગુજરાતમાં ૬.૫૦ કરોડથી લઇને ૭ કરોડ જનતા છે અને દિલ્હીમાં ૨ કરોડની જનતા છે. આ ખાલી પ્રોપ્રોગંડાની વાતચીત છે. આમ આદમી પાર્ટીનું કોઈ જગ્યા પર કોઈ સ્ટેટ્સ નથી અને તેને કોઈ વોટ પણ નથી મળવાના.જુગલજી ઠાકોરે વધુમાં જણાવ્યું છે કે, વિકાસ એક અવિરત પ્રક્રિયા છે. તેની અંદર રોડ બનાવી દઈશું, પાણી આપી દઈશું, ગટર આપી દઈશું અને આરોગ્યની સેવા આપીશું આ અવિરત વસ્તુ છે. જ્યાં-જ્યાં ખૂણે ખાચાકે જ્યાં-જ્યાં જેવા કામોની જરૂરીયાત છે તે અમે કરીશું અને કરવાના જ છીએ. આજે જે પ્રમાણે ગુજરાત અને રાષ્ટ્રનો વિકાસ થાય તે પ્રમાણે ગાંધીનગરનો પણ વિકાસ થશે અને જનતાની જરૂરીયાતને પ્રથમ કરવામાં આવશે. તેમને કોંગ્રેસ બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની વાત છોડી દો, કોંગ્રેસના શીર્ષ નેતૃત્વથી લઇને રાજ્યમાં પણ કોઈ નેતૃત્વ દેખાતું નથી. તે પોતાનો અહીયાંનો અધ્યક્ષ નક્કી નથી કરી શક્યા. અહિયાં કોઈએ જનતાનો વિશ્વાસ જીત્યો હોય તો ભારતીય જનતા પાર્ટીએ જીત્યો છે. આજે આ કોરોનાની મહામારી વચ્ચે જનતાની સાથે કોઈ જાેડાયેલું રહ્યું હોય તો તે માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રહ્યા છે.ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે. ત્યારે આજે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન થઇ રહ્યુ છે. પ્રચાર સમયે આમ આદમી પાર્ટીને ખૂબ જ સારૂ જન સમર્થન મળ્યું હતું. ત્યારે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીને લઇને ભાજપના સાંસદ જુગલજી ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે, આમ આદમી પાર્ટીનું કોઈ સ્ટેટ્સ નથી અને ગુજરાતમાં ત્રીજા મોરચાને મહત્ત્વ નથી. સુરતના આમ આદમી પાર્ટીને વિપક્ષનું સ્થાન મળવા બાબતે તેમને જણાવ્યું હતું કે, આપણે સુરતની અંદર જે જાેઈએ છે તેની અંદર જ્યારે ચૂંટણીનો સમય હતો ત્યારે એ લોકો ગુજરાતમાં કોઈ નાની મોટી જગ્યા પર આવ્યા છે. તો તેમાં કોંગ્રેસનો જનાદેશ આમ આદમી પાર્ટીમાં જાેડાયેલો છે. તેમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ વ્યક્તિઓ નથી.