ગિરગઢડા
ભરત ગંગદેવ.
આબુરોડ જલારામ મંદિર ખાતે 10 ડિસેમ્બર શુક્રવારે તૃતીય પાટોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું હતું.નવીન ધ્વજાજીનું પૂજન,શોભાયાત્રા,આરોહણ બાદ સુંદરકાંડનું પણ આયોજન કરાયું હતું.મહા ભોજન પ્રસાદમાં સવારસાંજ થઈ અંદાજે 1000 જલારામ ભકતોએ લાભ લીધો હતો.
મંદિરના પાયાના સહયોગી ભૂજના કરસનભાઈ પટેલ, શ્રીમતી મનીષાબેન પટેલ, મંદિર નિર્માણનાં મનોરથી આબુરોડનાં કમળાબેન પ્રભુલાલ ઠક્કર ઉપરાંત સુરેશભાઈ કારિયા,બળદેવભાઈ ગટા,ભગવાનભાઈ બંધુ,મહેશભાઈ ઉડેચા, તારાચંદભાઈ ડી.મજેઠીયા,મહેશભાઈ પોપટ,તુલસીભાઈ પલણ,કલ્પેશભાઈ ઠક્કર, સુખદેવભાઈ પોપટ, દીપચંદભાઈ અનડા સહિત વિવિધ અગ્રણીઓએ ખાસ હાજર રહી પાટોત્સવને સફળ બનાવ્યો હતા.આબુરોડ જલારામ મંદિરના પ્રમુખ પી.એસ.હાલાણીનું પણ સતત માર્ગદર્શન મળ્યું હતું.મંદિરના નિષ્ઠાવાન પૂજારીજી નરેશભાઈએ સૌને મીઠો આવકાર આપ્યો હતો.આબુરોડ કાપડ એસોસિએશનના પદાધિકારીઓએ સૌ સેવકોનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.


