આ સાથે ૬ઠ્ઠા આયુર્વેદ દિવસની ઉજવાણીના પરિપાક્રરૂપે “આયુર્વેદ મેગા હેલ્થ એક્સ્પો-૨૦૨૧”નું આયોજન આઇ.ટી.આર.એ. દ્વારા ધનવંતરી ગ્રાઉન્ડ ખાતે તા. ૦૯ થી ૧૨ ડિસેમ્બર સવારે ૧૦ થી રાત્રે ૯ વાગ્યા સુધી થનાર છે. જેમાં તમામ લોકો માટે પ્રવેશ અને આરોગ્ય વિષયક ચકાસણી, તબીબી સેવા તથા જરૂરી ઔષધ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાશે.
“આયુર્વેદ મેગા હેલ્થ એક્સ્પો-૨૦૨૧”ની મુખ્ય થીમ “આયુર્વેદ થકી પોષણ” છે.
આ સાથે તેની વિગતો દર્શાવતી ફાઇલ આપને મોકલી રહ્યા છીએ.
આ કાર્યક્રમની વિગતો આપના માધ્યમમાં વિનામૂલ્યે જાહેર હિતાર્થે પ્રસિદ્ધ કરી આભારી કરવા વિનંતી.
આ.ટી.આર.એ. ડાયરેક્ટરશ્રી વતી-
જનસંપર્ક વિભાગ,
ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદા,
(આઈ.ટી.આર.એ.)
જામનગર.
