Gujarat

આરોગ્ય કમિશ્નરે કમાન્ડ કંટ્રોલ રૂમ બનાવ્યો પણ ચાલુ કરવાની ના..

સુરત
આરોગ્ય કમિશનર ૈંછજી જયપ્રકાશ શિવહરેએ જૂના સચિવાલયના બ્લોક નં.૬માં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૃમ બનાવ્યો છે. ગામડાઓમાં ચાલતી આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ પર મોનિટરિંગ રાખી શકાય તેવા હેતુથી આ કંટ્રોલ રૃમ તૈયાર કરાયો છે. બે મહિનાની મહેનત અને બેકરોડથી વધુનો ખર્ચ થયાનો અંદાજ છે. મોટા હોલમાં ૩૦થી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. કમ્પ્યૂટરો, વીડિયોવોલ, ફર્નિચર સહિતની વ્યવસ્થા છે. ગત અઠવાડિયે તેનું ઉદઘાટન કરવાની તમામ તૈયારીઓ કરી દેવાઈ હતી. ઉદઘાટન માટે મુખ્યમંત્રીનો સંપર્ક કરાયો હતો. પરંતુ સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ મુખ્યમંત્રીએ શિવહરેને કંટ્રોલરૂમનું ઉદઘાટન કરવાની તેમજ તેને શરૃ કરવાની પણ ના પાડી દીધી છે. મુખ્યમંત્રીએ શા માટે આ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમનું ઉદઘાટન કરવાની તેમજ તેને શરૃ કરવાની ના પાડી છે તેના કારણોની કોઈને ખબર નથી. પણ શિવહરેને પોતાની દિવાળી બગડી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે તો આ કંટ્રોલ રૃમ સાવ નકામો પડી રહ્યો છે. પ્રજાના ટેક્સનાં નાણા પાણીમાં ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *