Gujarat

આર્થિક રીતે નબળા વર્ગોને અપાતા આવાસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે હાઉસિંગ એન્ડ ઈમ્પ્રુવમેન્ટ કમિટીની બેઠક મળી હતી. સામાન્ય સંજાેગોમાં આ કમિટીમાં જાણ લેવા પુરતી જ દરખાસ્તો રજૂ કરવામાં આવતી હોય છે. દરમ્યાન આજની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલા આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા લોકો માટેના આવાસોની સ્થિતિના મુદ્દે ચર્ચા થઈ હતી. આ ચર્ચા દરમ્યાન એવી વિગતો બહાર આવી હતી કે, મ્યુનિ.તરફથી આવાસોની ફાળવણી મુળ લાભાર્થીઓને કરવામાં આવ્યાં બાદ આવાસો અન્ય લોકોને વપરાશ માટે આપી દેવામાં આવતા હોય છે. હાલ માત્ર દક્ષિણ, ઉત્તર અને પૂર્વ એમ ત્રણ ઝોનમાં તપાસ કરાતા સોથી વધુ આ પ્રકારના કીસ્સા સામે આવ્યા છે.આ પ્રકારની તપાસ શહેરના બાકીના ચાર ઝોનમાં પણ આગામી સમયમાં તંત્ર દ્વારા કરાશે જેમાં હજુ મોટો ઘટસ્ફોટ થવાની પ્રબળ સંભાવના છેઅમદાવાદ શહેરના અલગ- અલગ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસો બનાવવામાં આવ્યા છે. આ આવાસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તપાસ કરાતા સોથી વધુ કીસ્સામાં જેમને આવાસની ફાળવણી કરવામાં આવી હોય એમના બદલે બીજી જ વ્યકિત વસવાટ કરતી હોવા અંગેનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.મ્યુનિ.તંત્ર હજુ આ બાબતમાં વધુ તપાસ હાથ ધરશે એમ જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *