ચારૂતર વિદ્યા મંડળ સંચાલિત આર. એમ. દેસાઈ કોલેજ ઓફ મ્યુઝીક એન્ડ ડાન્સમાં આચાર્ય શ્રી ધીરુભાઈ દેસાઈના માગદર્શન અને અધ્યક્ષતામાં ગરબા વર્કશોપ અને બીફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોલેજના ડાન્સ વિભાગના અધ્યાપિકા શ્રી મેઘનાબેન પટેલ અને ઊર્મિબેન ત્રિવેદી દ્વારા સમગ્ર સંચાલન કરવામાં આવ્યું.
૪/૧૦/૨૦૨૧ ને સોમવારના રોજ કોલેજનાં ડાન્સ વિભાગ દ્વારા ગરબા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જેમાં નડીયાદ થી પ્રફુલભાઈ પટેલ ગરબાના તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહ્યા. અને ૬૦ વિદ્યાર્થીઓને ગરબાની તાલીમ આપી. આ રીતે વિદ્યાર્થીઓને ગરબાના નવા સ્ટેપ્સ શીખવા મળ્યા સાથેજ વર્કશોપ પૂરો થયા પછી બીફોર નવરાત્રીનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં બી.જે.વી.એમ. કોલેજના આચાર્યા ડૉ. કેતકીબેન અને ફાઈન આર્ટસ કોલેજનાં ડાયરેક્ટર અને ચિત્રકાર શ્રી કનુભાઈ પટેલ સાહેબ મહેમાન પદે ઉપસ્થિત રહ્યા. માતાજીની આરતી તેમજ આરાધના કરવામાં આવી અને વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ જમાવી. બીફોર નવરાત્રીમાં કોલેજના અધ્યાપકો તસવ્વુર મલેક, ધવલ પટેલ, વિલિસ પરમાર અને મિત પાંડવ વગેરેએ સાઉન્ડ સીસ્ટમ અને બીજી વ્યવસ્થામાં સહયોગ આપ્યો.


