ચારુતર વિદ્યામંડળ સંચાલિત રમા મનુભાઈ દેસાઈ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ વલ્લભ વિદ્યાનગર ખાતે નવા સત્ર 2021 નો રાગ-વૃંદાવન સારંગ પર પ્રથમ ” પ્રશિક્ષણ વર્ગ ” યોજાયો જેમા તજજ્ઞ તરીકે કલાગુરુ શ્રી ઈશ્વરભાઈ પારેખે વિસ્તૃત છણાવટ કરી હતી. અધ્યક્ષ સ્થાને આચાર્ય શ્રી ડો.ધીરુભાઈ દેસાઈ રહ્યા. આ વર્ગમાં કોલેજ ના 24 વિધાર્થીઓ એ ભાગ લીધો. અધ્યાપક ગણ મિત પાંડવ, વિલીસ પરમાર, મેઘના પટેલ, ઉર્મીબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા. પ્રશિક્ષણ વર્ગ નું આયોજન તથા સંચાલન તસવુર મલેક દ્વારા કરવામાં આવ્યું.

