Gujarat

આશ્રમની જગ્યા પચાવી પાડવામાં સેવકે જ સાધ્વીની છરાના ઘા મારી હત્યા કરી

અમરેલી
દિવાળી પહેલા જગ્યા બાબતે માથાકુટ કરી આશ્રમ મુકી જતો રહ્યો હતો.દરમિયાન ગઇકાલે સાધ્વી રેખાબેન અહી ફરજામા ગાયનુ દુધ દોહવા ગયા હતા તે સમયે નકો ડાભી હાથમા મોટો છરો લઇ ત્યાં ધસી આવ્યો હતો અને સાધ્વીના વાળ પકડી આડેધડ છરીના ઘા ઝીંકવા લાગ્યો હતો. તેમણે સાધ્વીના શરીર પર અસંખ્ય ઘા ઝીંકી નાસી છુટયો હતો. પરિણામે તેમનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. બનાવને પગલે મૃતક રેખાબેનના ખાખબાઇ ગામે રહેતા બહેન મધુબેન ભાવેશભાઇ મકવાણાએ અરવિંદ ઉર્ફે નકા ડાભી સામે પોતાની બહેનની હત્યા કરવા સબબ ફરિયાદ નોધાવી હતી. મધુબેન મકવાણાએ ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ છ બહેન અને ચાર ભાઇ છે. જે પૈકી રેખાબેન અપરિણિત હતા. અને છેલ્લા ૨૦ વર્ષથી સાધ્વી જીવન જીવતા હતા. ગઇકાલે બપોરે તેઓ ગામમા પોતાના ઘરે જમવા આવ્યા હતા. અને સાંજે ફરી આશ્રમ પર જતા હત્યા થઇ ગઇ હતી. સાંજે દુધ દોહવા માટે રેખાબેન પોતાના મોટા બહેન મધુબેન સાથે આશ્રમે ગયા હતા. તે સમયે નકા ડાભીએ ધસી આવી રેખાબેનને છરાથી રહેંસી નાખ્યા હતા. મધુબેને અહીથી નાસી જઇ આસપાસમાથી લોકો એકઠા કર્યા હતા અને આશ્રમ પર પરત પહોચતા નકો ડાભી હત્યા કરી નાસી ગયો હતોરાજુલાના ખાખબાઇ ગામે ઓમ નારાયણના નામે ચામુંડા આશ્રમ ચલાવતા રેખાબેન ગોવિંદભાઇ મેર નામના સાધ્વીની ગઇ સાંજે થયેલી ઘાતકી હત્યામા આશ્રમમા જ રહેતા ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામના સેવક અરવિંદ ઉર્ફે નકા ગોબરભાઇ ડાભીનુ નામ ખુલ્યુ છે. આ શખ્સ પણ સાધ્વી સાથે રહી આશ્રમમા સેવા પુજાનુ કામ કરતો હતો. અહી મંદિરનુ કામ શરૂ હોય હત્યારો નકા ડાભી અને સાધ્વી રેખાબેન બંને સાથે ફાળો ઉઘરાવવા જતા હતા. ત્યારબાદ થોડા દિવસ પહેલા નકા ડાભીએ આશ્રમની જગ્યા માંગી હતી પરંતુ રેખાબેને તે આપવાની ના પાડી હતી.

jamin.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *