મુંબઈ , તા.૨૯
ઇંગ્લેન્ડની વર્લ્ડ કપ વિજેતા ફૂટબોલ ટીમના સ્ટ્રાઇકર તથા લિવરપૂલ તરફથી હાઇએસ્ટ ગોલ કરનાર ખેલાડીઓમાં સામેલ રોજર હંટનું નિધન થયું છે. તેઓ ૮૩ વર્ષનાટ્વહતા. ૧૯૬૬માં વેસ્ટ જર્મનીને ફાઇનલમાં ૪-૨થી હરાવનાર ઇંગ્લેન્ડની ટીમના તેઓ સભ્ય હતા. તેમણે ટૂર્નામેન્ટની છ મેચમાં ત્રણ ગોલ કર્યા હતા. લિવરપૂલ માટે તેમણે ૪૯૨ મેચમાં ૨૮૫ ગોલ કર્યા હતા. ૧૯૬૪ અને ૧૯૬માં લીગ ટાઇટલ જીતનાર ટીમના તેઓ હિસ્સો પણ રહ્યા હતા