Gujarat

ઈદે મિલ્લાદુન રબી નિમિતે ધ્રાંગધ્રા મુસ્લિમ ભાઈઓએ કર્યું રક્તદાન.

હજરત મહોમ્મદ પયગમ્બર સાહેબ નાં જન્મ દિવસને ઇદે મિલ્લાદૂન રબી તરીકે ભારત ભર માં હર્ષ અને ઉલ્લાસ ઘી ઉજવવામાં આવે છે. ધ્રાંગધ્રા શહેર માં કોરોના નાં લીધે ઇદ નાં દિવસે મુખ્ય જુલુસ મોકૂફ રાખીને ધ્રાંગધ્રા મુસ્લિમ સમાજ ટ્રસ્ટ દ્વારા માત્ર શેરી જુલુસ ને ઉજવીને સમજદારી સાથે ઇદ મનાવવામાં આવી હતી.
આ સાથે દુઆ પ્રાર્થના અને ઇદ ની મુબારક આપીને એક પ્રેરણાત્મક કાર્ય પણ હાથ ધરાયુ હતું. ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ ધ્રાંગધ્રા માં નિશ્વાર્થ સેવાકીય કાર્ય કરી રહ્યું છે જેમાં તમામ સમાજ નાં સહિયારા પ્રયાસ સાથે કોઈ પણ દર્દીની લોહીની જરૂરિયાત પુરી પાડવામાં આવે છે. આજે ઇદના પવિત્ર દિવસે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના સલીમભાઇ ઘાંચીના પ્રયાસ થી એક પહેલ કરવામાં આવી હતી જેમાં મુસ્લિમ સમાજના 20 જેટલાં યુવાનોએ રક્તદાન કર્યુ હતું. સમાજ માં તહેવારો ને આ રીતે ઉજવવા થી ભવિષ્યમાં  અન્ય યુવાનો પણ આવા ઉમદા પુણ્યશીલ કામ માં સહભાગી બનશે.
રિપોર્ટ : હિતેશ રાજપરા

IMG-20211019-WA0147.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *