અમદાવાદ
મધ્ય પ્રદેશથી ઇ-વે બિલ વગર બસોમાં સીટ નીચે અને ડેકીમાં માલ સંતાડીને હેરાફેરી કરતા હતા. જેમાં સ્કાયસિટી ટ્રાવેલ્સ, નાકોડા ટ્રાવેલ્સ, ઇન્ટરસિટી ટ્રાવેલ્સ, ઉર્વશી ટ્રાવેલ્સ તથા અશોક ટ્રાવેલ્સની ૬ બસોને ડિટેઈન કરી હતી.ખાનગી પેસેન્જર બસોમાં ઇ-વે બિલ વગર માલની હેરાફેરી થતી હોવાનું ધ્યાને આવતા જીએસટી વિભાગે સ્પેશિયલ ટીમ બનાવી મધ્ય પ્રદેશથી આવતી ખાનગી લકઝરી બસમાંથી ગુડ્ઝ લાવી થતી ૨૬ લાખની કરચોરી પકડી પાડી હતી. વિભાગે ખાનગી બસો પણ ડિટેઈન કરી હતી. સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટને મળેલી માહિતી અનુસાર ખાનગી ટ્રાવેલ્સ બસોમાં માલસામનની ઇ-વે બિલ વગર હેરાફેરી કરવામાં આવે છે. જેને લઇને સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે ૪ સ્પેશિયલ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. જેમાં મધ્યપ્રદેશથી ગુજરાત આવતી ખાનગી બસોની તપાસ શરૂ કરતા ૫ બસમાં ઇ-વે બિલ વગર પાન મસાલા, સિગારેટ, કાપડ, સાડીઓ અને સબમર્સિબલ પંપનો સ્ટોક મળી આવ્યો હતો. અધિકારીઓએ ખાનગી ૬ બસોને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓને આ બસોમાંથી મળેલા માલની રૂ. ૨૬ લાખની કરચોરી ઝડપી પાડી હતી.
