Gujarat

ઉતરાયણના દિવસે કેવો રહેશે પવન? હવામાન વિભાગે કરી આગાહી

  • હવામાન વિભાગ મુજબ સવારે પવનની ગતિ ઓછી રહેશે

  • બપોર બાદ પવનની ગતિમાં વધારો થશે

ઉત્તરાયણના ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. પતંગ અને દોરીની ખરીદી કરવા માટે પતંગ બજારમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. જો કે, આ વર્ષે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ ઉત્તરાયણની ઉજવણી કરવાની રહેશે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, અમદાવાદમાં ઉતરપૂર્વ-પૂર્વના પવન ફૂંકાશે અને પ્રતિકલાકે પવનની ગતિ 8થી 10 કિલોમીટરની રહેશે.

ઉત્તરાયણના ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે જેથી પરિવાર સાથે અમદાવાદના પતંગ બજાર જેવા કે જમાલપુર, રાયપુર,કાલુપુર સહિતના વિસ્તારોમાં પતંગ અને દોરીની ખરીદી કરવા માટે લોકો ઉંમટી પડ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે પણ ગઈ કાલે ઉત્તરાયણને લઈ આગાહી કરી છે. જેમા જણાવ્યું છે કે, દર વર્ષે પણ ઉતરાયણમાં પવન સામાન્ય હોય છે. ગત વર્ષે પણ 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.પવન સામાન્ય રહેવાના કારણે પતંગરસિઓ માટે સવારમાં પતંગ ન ચગતા નિરાશા જોવા મળી હતી. તો ચાલુ વર્ષે તો પવનની ગતિ 8થી 10 કિલોમીટરની જ રહેવાનું અનુમાન છે. ત્યારે પવનની સામાન્ય ગતિમાં પણ પતંગરસિયાઓ કેવી મજા લૂંટે છે તે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણના દિવસે થતા માર્ગ અક્સ્માતને ધ્યાનમાં લઈ સુરત પોલીસ કમિશનરે ઉત્તરાયણના બે દિવસ એટલે કે 14 અને 15 તારીખે સુરતના તમામ ફલાયઓવર બ્રિજ પર પ્રતિબંધ લગાડી દીધો છે અને અવર જવર માટે બ્રિજના નીચેના રોડનો ઉપયોગ કરવા માટેની સૂચના આપી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *