કોરોના મહામારીમાં ઉત્તરાયણની ઉજવણી પર સરકાર દ્વારા કેટલાક નિયમો લાદવામાં આવ્યા હતા. જો.કે રાજ્યમાં સામાન્ય દિવસોની સરખામણીએ ઉત્તરાયણના દિવસે ઈમરજન્સી કેસની સંખ્યામાં 33.19 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ગુજરાતમાં સામાન્ય દિવસોમાં સરેરાંશ દરરોજ 2522 ઇમરજન્સી કેસ નોંધાયા છે, જો કે ઉત્તરાયણના દિવસે ઇમરજન્સી કેસની સંખ્યા વધીને 3359 પર પહોંચી ગઈ હતી. અમદાવાદ જિલ્લામાં ઉત્તરાયણના દિવસે સામાન્ય દિવસોની સરખામણીએ ઇમરજન્સી કેસમાં 39.76 ટકાનો વધારો જોવા મળ્યો હતો. 14મી જાન્યુઆરીના રોજ અમદાવાદ જિલ્લામાં 573 ઇમરજન્સી કે નોંધાયા છે.
રાજ્યમાં ઉત્તરાયણના દિવસે સામાન્ય દિવસોની સરખામણીએ ઇમરજન્સી કેસમાં સૌથી વધુ વધારો રાજકોટમાં 77.86 ટકા, પંચમહાલમાં 63.33 ટકા,વડોદરામાં 63.12 ટકા અને ગાંધીનગર જિલ્લામાં 44.23 ટકા જોવા મળ્યો હતો. ઉત્તરાયણના દિવસે સૌથી વધુ અમદાવાદમાં 573 કેસ, સુરતમાં 289 કેસ, રાજકોટમાં 233 કેસ અને દાહોદ જિલ્લામાં 137 ઇમરજન્સી કેસ નોંધાયા હતા.
ઉત્તરાયણના દિવસે રાજ્યમાં પડી જવાના અને પતંગ/દોરીને લીધે શારીરિક ઈજાના 237 કેસ, પેટમાં દુખાવો થવાના 224 ઇમરજન્સી કેસ નોંધાયા છે. આમ GVK – EMRI 108 દ્વારા જે અનુમાન કરવામાં આવ્યું હતું તેના કરતાં 7.08 ટકા વધારે ઇમરજન્સી કેસ નોંધાયા હતા.
