ઊનાના સનખડા-ગાંગડા ગામ વચ્ચે ૨ કિ.મી.નું અંતર હોય તેમાં ૨૧ થી વધુ બંપ તેમજ બિસ્માર હાલતમાં રોડ હોવાના કારણે રાહદારી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. સનખડા ગામ હેઠળ ૧૩ ગામો આવેલા હોય અને આ મુખ્ય રસ્તો આવેલો હોવાથી તમામ ગામની સતત અવર જવર રહેતી હોય છે. જેથી બિસ્માર રસ્તો અને બંપના કારણે લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. અને સનખડાથી દૂધાળા, મોઠા બન્ને ગામના રસ્તાનું કામ અધૂરુ હોવાથી રોડની હાલત અતિ બિસ્માર બની ગયેલ છે. આ રસ્તો મંજુર થઇ ગયેલ હોય પરંતુ આજ સુધી રસ્તાની મરામત કે નવિનીકરણ કરવામાં આવેલ નથી. જેથી લોકોને રસ્તા પર પડેલા ખાડા તેમજ ધુળની ડમરી ઉડતા હાલાકીનો સામો કરવાનો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્રારા યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલીક બિસ્માર રસ્તાને બનાવવા અને રસ્તા પર બંપને દૂર કરવા ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે.
