Gujarat

ઉના ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની હાજરી માં સ્નેહ મિલન સમારોહ યોજાયો.

ગીર સોમનાથ જીલ્લા ભાજપ આયોજીત સ્નેહ મિલન સમારોહ નિમિતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ વચ્ચે ભવ્ય રીતે યોજાયેલ હતો..
સવારે 11 કલાકે ગીરગઢડા રોડ ઉપર આવેલ હેલીપેડ ખાતે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવી પહોંચ્યા હતા અને તેમનું સ્વાગત જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર પુર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સહિતના મહાનુભાવો એ કરેલ હતું
મોટા કાફલા સાથે મુખ્યમંત્રી સન્માન સમારોહ સ્થળે આવી પહોંચતા મોટો સંખ્યા માં ઉપસ્થિત ભાજપ ના આગેવાનો કાર્યકર હોદ્દેદારો અને સંગઠન નાં હોદ્દેદારો એ આવકાર્યા હતા.
મંચ ઉપર મુખ્યમંત્રી સાથે જીલ્લા ભાજપનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા જીલ્લા પ્રમુખ માનસીભાઈ પરમાર પુર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ. પુર્વ ધારાસભ્ય રાજસીભાઈ જોટવા. જેઠાભાઇ સોલંકી. જશાભાઈ બારડ. દીનુભાઈ સોલંકી જિલ્લા પંચાયત ગીર સોમનાથ પ્રમુખ. ઉના નગરપાલિકા પ્રમુખ શ્રી મતિ જલ્પાબેન પુર્વ ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકકરાર તાલુકાં પંચાયત પ્રમુખ પાંચીબેન સામતભાઈ ચારણીયા તાલુકા પંચાયત સદસય જીલ્લા પંચાયત નાં સભ્ય ડાયાભાઈ જાલોધરા. હરીભાઈ સોલંકી. ભાવેશભાઇ ઉપાધ્યાય વીરાભાઈ ઝાલા રૂડા ભાઈ શિંગડ લખમણભાઈ બાંભણિયા સહિત શહેર નાં ચેમ્બર ઓફ કોમર્સ નાં પ્રમુખ ઈશ્વરભાઈ જેઠવાણી તાલુકા સંધ માર્કેટિંગ યાડ પીપલ્સ કૉ ઑ બેંક વિવિધ સમાજ ની સંસ્થા નાં આગેવાનૉ વેપારી સંસથા ગ્રેઇન મરચન્ટ એસોસિયન પ્રમુખ અબ્બાસભાઈ સુમરાણી સહિતના મહાનુભાવો દ્વારા મોમેન્ટો આપી ઉત્સાહભેર આવકારી મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવકારે હતાં  આજે વહેલી પરોઢે થી જ ઉના શહેર નાં વેપારીઓ એ પોતાનાં ધંધા રોજગાર બંધ કરી આ સ્નેહ મિલન સમારોહમાં હાજરી આપતાં બજારો સુમસામ રહી હતીં.
*રીપોર્ટર અબ્બાસ તકી નકવી

IMG-20211115-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *