ઉના તાલુકાના ખેડુતોની જીવવાદોરી સમાન ગણાતી ગીરગઢડા રોડ પર આવેલ ખેડુત સહકારી ખાંડ ઉધોગ સને 2002 માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન દેશનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગોળ ખવડાવીને મોઢા મીઠાં કરાવવા વચન આપેલ અને તૈયાર પછી ઉના સ્યુગર ફેક્ટરી શરૂ થવાને બદલે ફરચામાં ગયેલ હતી. ૨૦ વર્ષના લાંબા સમય પછી પણ સહકારી ખાંડ ઉધોગના કર્મચારીઓ અને સભાસદો તેમજ પી જી વી સી એલના કરોડોનાં નાણાં બાકી બોલતા હોવાનું ભૂત વારંવાર ધૂણી રહ્યુ છે. કર્મચારીઓ તેનાં પરિવારોની હાલત કફોડી બની ગઈ કેટલાંક કર્મચારીઓ ભગવાનના દરબારમાં ચાલ્યા ગયાં તેમ છતાંય ખેડુતો અને કર્મચારીઓ ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે. ફડચા અધિકારી પૈસા નહીં હોવાનું જણાવીને હાથ ઊંચા કરી દીધા હતા. અને ખાંડ ઉધોગની નવી સરતની કરોડો રૂપિયાની જમીન વેંચવા કલેકટરના રેવન્યુ વિભાગમાં દરખાસ્ત કરી દીધી છે. પણ કયારે અંત આવશે તેની આશાનું કિરણો દેખાતા નથી. તાજેતરમાં ઉના વિસ્તારના ધારાસભ્ય પુંજાભાઈ વંશએ જીલ્લા ફરિયાદ સમિતિમાં આ મુદ્દો તા.16 ઓક્ટો.2021માં ઉઠાવતાં ઉના તાલુકા ખેડુત સહકારી ખાંડ ઉધોગ મંડળી ફડચા અધિકારી ઓએ આપેલા લેખીત જવાબમાં જણાવેલ કે સને 2012 માં આ ઉધોગને ફડચામાં મુકેલ છે. અને તા.31 માર્ચ 2021 ની સ્થિતિ એ રૂ.149.29 લાખની રકમ ફેક્ટરીનાં ખેડુતો શેર સભાસદોને રકમ ચુકવવાની બાકી છે. સંસ્થાનાં કર્મચારી ઓનાં પગારના રૂ. 65 લાખ તેમજ બધાં કર્મચારી ઓના રૂ. 22 કરોડોનો કેસ સુપ્રીમ કોર્ટેમાં કેસ ચાલે છે. પેનસલ પ્રોવિડંડ ફંડ, ગ્રેજયુએટી 27 કર્મચારી ઓના તફાવત રકમની બાકી છે.
હાલમાં સંસ્થા પાસે આવકનું કોઈ સ્તોત્ર તેમજ પ્રવાહિ મુડીના હોવાથી ચુકવી શકેલ નથી. સંસ્થાની જમીન નવી સરતની હોવાથી તેનાં વેંચાણ માટે કલેક્ટર કચેરી રેવન્યુ વિભાગને દરખાસ્ત કરેલ તે અંગેના નિર્ણય આવ્યા પછી જમીન વેંચાણ માટે મુકાય અને તૈયાર પછી રકમ ચુકવવી શકાય. તેવો અહેવાલ કલેક્ટરને કરાયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ હાઈકોર્ટેનાં ચુકાદા પછી સ્યુગર ઉધોગની કિંમતી જમીનો જાહેર હરાજીમાં પ્લોટીંગ કરી વેચાયેલી અને ડીપોઝીટ ખરીદનારે ભરી હતી. એ પૈકી ઘણાજ પ્લોટ ખરીદનારને મામલતદાર એ સરકાર એ નક્કી કરેલ દરે વેંચાણ દસ્તાવેજ કરી દીધેલા. પરંતું પી જી વી સી એલ કંપનીનું લેણું બાકી હોય તેનાં કારણે પ્લોટ ખરીદનારને વિજ કનેક્શન નહીં અપાતાં તેમાં વિવાદો ઊભા થયા હતાં. આમ બે દાયકાના લાંબા સમય સુધી આ ઉનાનાં ખાંડ ઉધોગ મંડળી ફડચામાં ગયાં પછી પણ સભાસદો અને કર્મચારીનાં કરોડોની રકમ ચૂકવવાની બાકી નિકળે છે. એ પહેલાં ફડચા અધિકારી ઓએ ઉધોગની તમામ મશીનરી પણ વેંચી નાખી છે. અને માત્ર ચાર દિવાલો વચ્ચે ખોખું ઉભું છે. કેટલાંક નાનાં કર્મચારીઓ આજે પણ ફેકટરીની કોલોનીનાં તૂટેલા મકાન અને અંધારામાં જંગલી પ્રાણી ઓનાં ભય હેઠળ પરિવારો સાથે દયનિય હાલતમાં જીવી રહ્યા છે. આવાં કર્મચારીઓને તેનાં હક્ક અને અધિકારની રકમ કયારે મળશે તેની રાહ જોઈ બેઠા છે.
એક સમયે સોરઠમાં ખાંડ ઉધોગનો દબદબો હતો. ઉના, કૉડીનાર, તાલાલા, જેવાં વિસ્તારમાં સુગર ફેક્ટરી ધમધમતી હતી. અને ખેડુતો પણ શેરડીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરીને તાલુકાના નાના મૉટા ધંધાર્થીને રોજગાર પુરો પાડવા મદદરૂપ બનતાં પણ બે દાયકામાં સોરઠનાં ખાંડ ઉધૉગ મંડળી ફડચામાં ગયાં પછી ફરી શરુ થવાંની આશા છોડી દીધી હતીં. અને પોતાની કરોડો રૂપિયાની રકમ ફેક્ટરીમાં ગુમાવી દેતાં ખેડુતો કર્મચારીઓ દેવાદાર બની ગયાં છે. અધિકારીઓ અને વહીવટી પ્રતિનિધિ મોજ મસ્તી કરી રહ્યા છે…..,
