Gujarat

ઉના સોરઠિયા ધાંચી મુસ્લિમ દ્વારા સાત મો સમૂહલગ્ન પ્રસંગે 39 નવ દંપતિ નિકાહ બંધનથીં જોડાયા… 

ખોટા કુરિવાજોને તિલાંજલી અર્પી ઉચ્ચતર શિક્ષણ સાથે દેશ, સમાજ, અને પરિવારોના વિકાશ સાથે પ્રગતિ કરવા આહન…

 

ઊના – મુસ્લિમ સમાજના દેખા દેખી, ચડસા ચડરસ, સામાજિક મોભો દોલત પદર્શન આબરૂનાં કારણે શાદી. લગ્ન મોંધા અને ખર્ચાળ બની ગયાં છે. દુષણો કુર રીવાજોની પરંમપરા આર્થિક ક્ષમતાનું પદર્શન હોય છે. આવાં કુર રીવાજોને કારણે અન નિકાહ મીન સુન્નત નૉ હેતું સિધ્ધ થતો નથીં શાદી પ્રસંગે વાગતાં ઢૉલ. ડીજે. આંતીસબાજી. મૉટા જમણવાર અને નાનાં મૉટા મદયમ વર્ગ નાં લૉકૉ કુરિવાજો સાથે સંકળાયા છે આવાં કુર રીવાજો દુર કરીને સમૂહલગ્ન પ્રસંગે જોડાઈ અને ખોટા ખર્ચથીં બચે પોતાના સંતાનોને ઉચ્ચતર શિક્ષણ પાછળ ખર્ચ કરીને બાળકો ને અભ્યાસ પાછળધ્યાન આપે તેવું ઉપસ્થિત રહેલાં મુસ્લિમ સમાજનાં અગ્રણી ઈરફાનભાઈ મોગલ, ધાંચી સમાજનાં ગુજરાતનાં આગેવાન ઈરફાનભાઈ લોખંડ વાલા. હાજી ગુલુભાઈ પામક  સુલેમાનભાઈ ગઢીયા એ જણાવીને સમાજ માં એક્તા સંગઠન શક્તિ ઊભી કરવા હાકલ કરી હતી

 

સૉરઠિયા ધાંચી મુસ્લિમ સમાજ હૉલ ખાતે યોજાયેલા ભવ્ય સાત માં સમૂહલગ્ન પ્રસંગે 39નવ દંપતિ  દૂલહા. દૂલહનૉ એકી સાથે નિકાહ પઢી ને લગ્ન થીં જોડાય નવી જીંદગીની શરૂઆત કરેલ ઉપસ્થિત રહેલાં મુસ્લિમ સમાજનાં પીર રફીકમીયા બાદશાહ મીયાં  નકસબંધી.  પીર સૈયદ એહમદ મીયાં ફૈજુલલામીયા.  સૈયદ શબ્બીર બાપુ નવાબંદર  સૈયદ હનિફબાપુ મુનાવર હુશેન, પીર સૈયદ મુન્ના બાપુ,  સૈયદ ગુલામ મહંમદ બાપુ,  ગીર સોમનાથ ધાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ યુસુફભાઈ પટેલ ફિરોજભાઈ ચોટલીયા યંગ કમિટી ગુજરાત પ્રમુખએ તમામ વર કન્યા પક્ષ નાં માતા પિતા અને પરિવારને મુબારક બાદી આપી સમાજ દ્વારા થતાં આયૉજન માં સહભાગીદા થવાં અનુરોધ કરેલ હતો

 

આ સમૂહલગ્ન પ્રસંગે આયોજક સૉરઠિયા ધાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી યુસુફભાઈ સોરઠિયા, યુસુફભાઈ ચાંદપટેલ, મહેબુબ ભાઇ પંડાયા, .સતારભાઈ રાજા સહિતના તમામ કમિટી મેમ્બર નું વિવિધ આગેવાનો તેમજ ઑલ ગુજરાત ધાંચી મુસ્લિમ સમાજ નાં આગેવાનૉ યુવા કમીટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા

 

આ તકે મુસ્લિમ સમાજ ના પ્રમુખ હાજી ઈકબાલ ભાઈ ભીસતિ,  ગનીભાઈ વાકોટ જુસુબભાઈ ભોકીયા રાજુલા હાજી યુસુફભાઈ ફેન્સી, ભાઈજીભાઈ બિલખિયા હાજીભાઈ લોખડવાળા, મહંભાઈ ભોકીયા  નગરપાલિકાના સભ્ય દાદાબાપુ શેખ, સલીમભાઈ ખોજજાદા, અમીનભાઈ કુરેશી, ઉસ્માનભાઈ કાજી (નાલીયા માંડવી.  સહિતના ઉના, કોડીનાર, ધાટવડ, સીમાસી, રાજુલા, અમરેલી, દામનગર, પ્રભાસપાટણ,  દેલવાડા સહિત ગામોના આગેવાનો સામાજિક સેવાકીય પ્રવૃતિ કરતાં યુવાનો અને રાજકીય ક્ષેત્રે સંકળાયેલાપ્રમુખ અગ્રણીય વિશાળ સંખ્યામાં હાજર રહી આ કાર્યકમને દીપાવેલ હતો…

 

ધાંચી મુસ્લિમ સમાજના આ લગ્નના આયોજનમાં  સૈયદ કાદરી દૂલહા પણ જોડાયેલા હોવાથી આ સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ હતીં ધાંચી સમાજનાં તમામ યુવાનો એ ખંભે થીં ખંભા મેળવીને આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ હતું…

-ધાંચી-મુસ્લિમ-દ્વારા-સાત-મો-સમૂહલગ્ન-પ્રસંગે-39-નવ-દંપતિ-નિકાહ-બંધનથીં-જોડાયા-4.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *