Gujarat

ઉપલેટામાં સાયકલમાં આખલાનું મોઢું ફસાતા અફરાતફરીનો માહોલ

રાજકોટ
ઉપલેટામાં રસ્તા પર આખલાઓ અડીંગ જમાવીને બેઠા હોય છે. આથી વાહનચાલકો અને રાહદારીઓ માટે માથાના દુઃખાવા સમાન સાબિત થાય છે. આવા આખલાઓને પકડી ગૌશાળામાં ખસેડવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે. ઘણવાર આખલા યુદ્ધ પણ થાય છે. જેમાં લોકોને ઇજા પણ પહોંચે છેઉપલેટાના પંચાતડી વિસ્તારમાં રસ્તા પર રઝળતા આખલાએ એક સાયકલમાં પોતાનું મોઢુ નાખી દેતો ફસાયો હતો. સાયકલમાંથી મોઢુ બહાર કાઢવા માટે આખલાએ ઘણા ધમપછાડા કર્યા અસફળ રહ્યો હતો. આ રમૂજી દૃશ્યો જાેવા માટે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જાેકે, લોકોએ મહા મહેનતે આખલાનું મોઢુ સાયકલમાંથી બહાર કાઢ્યું હતું. જેવું મોઢુ બહાર નીકળ્યું કે આખલો ઉભી પૂછડીએ ભાગતા જાેવા જેવી થઇ હતી. આખલાએ સાયકલમાંથી મોઢુ બહાર કાઢવા માટે સાયકલને આમ તેમ ફંગોળી પણ સાયકલ એવી ફસાઈ ગઈ હતી કે બહાર નીકળવાનું નામ જ લેતી નહોતી. આખરે થાકેલા આખલાએ જાણે પરાજય સ્વીકારી લીધો હોય તેમ રસ્તા પર સાયકલ સાથે ફસાયેલી હાલતમાં બેસી ગયો હતો. લોકોએ આખલા પર પાણી રેડતા શાંત થયો હતો પછી જ આખલાના મોઢાને બહાર કાઢવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જાેકે મહા મહેનત કરવી પડી હતી. માંડ માંડ લોકોએ આખલાનું મોઢુ બહાર કાઢતા રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *