Gujarat

ઊનાના ઇ-ગ્રામ VCE ના પડતર પ્રશ્નો અને માંગણીઓનું નિરાકરણ કરી નવું મહેકમ ઊભું કરવા માંગ..

ઊના – ઉના ગીરગઢડા તાલુકાના તમામ વીસીઇના પડતર પ્રશ્નો અને માંગણીઓનું નિરાકરણ કરી અને નવું મહેકમ ઊભું કરવા તેમજ ઇ-ગ્રામ પોલિસી રદ કરી સરકારી ધારા ધોરણ મુજબ પગાર ધોરણ લાગુ કરી રક્ષણ આપવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં વીસીઇ દ્વારા તાલુકા પંચાયત કચેરી ઉના થી પ્રાંત કચેરી સુધી ઉના ગીરગઢડા તાલુકાના તમામ વીસીઇ ઓ મૌન રેલીનું કાઢી આવેદન પત્ર પાઠવેલ હતું. સરકાર દ્વારા આ તમામ માંગણીઓનું નિરાકરણ નહી આવે તો આગામી તા.૧૩ ઓક્ટો. નાં રોજ સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસ પ્રતિક ઉપવાસ કાર્યક્રમ ગુજરાતનાં તમામ વીસીઇ ઓ દ્રારા કરવામાં આવશે તેવી ચિમકી આપી હતી..

 

ગુજરાત રાજ્ય પાયાનાં અને સરકારની તમામ ડિઝિટલ કામગીરી અમલવારી કરી કામગીરી કરતાં વીસીઇ ની માંગણીઓ છેલ્લા ૨૦૧૫ થી સરકાર સમક્ષ કરવામાં આવેલ છે. આ ડિઝિટલ કામગીરી કરતાં વીસીઇ ૨૦૦૬ થી કમિશન બેઝ પર કામ કરતાં હોય પગાર ધોરણ આપવામાં આવતો નથી માત્રને માત્ર નહિવત કમિશનથી કામગીરી કરતા હોય જે રાત – દિવસ કામ કરતાં હોવા સતા સમયસર મહેનતાણું ચૂકવવામાં આવતું નથી. નહિવત કમિશન વખતો વખતથી ચાલતું આવે જેના લીધે આ સમયમાં ઘર ચલાવવું બહુ મુશ્કેલ છે, અને સરકારની જાહેરાતોનાં લીધે પાંચ પચીસ પૈસા બાબતમાં વીસીઇ ઓ અને ગ્રામજનો તથા ખેડૂતો વચ્ચે વારંવાર સંઘર્ષ થતો હોય છે. જે વિસંગતા દૂર કરવા વીસીઇ મંડળ દ્રારા સતત ૨૦૧૬ થી લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં વીસીઇ ઓનું શોષણ થઈ રહ્યું છે. કમિશન પ્રથા બંધ થાય એ માટે સકારાત્મક પગલાં ભરવામાં આવે અને વીસીઇ ઓના પ્રશ્નો અને માંગણીઓનો સ્વીકાર કરવામાં આવે, અને ન્યાય મળે તેવી માંગણી કરી હતી.

જેમાં ૨૦૦૬ થી આજદિન સુધી સતત કામગીરી કરતાં હોય, સરકારી કર્મચારી જાહેર કરવા, સરકાર દ્રારા મહેકમ ઊભું કરીને છેલ્લા ૧૫ વર્ષથી સતત સરકારી કર્મચારી જેટલું કામ કરતાં હોય, સરકારના ૨૪૦ નાં નિયમ મુજબ અમલ કરી નિયમ મુજબ કાયમી કરવા,  ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજનાની પોલિસી “રદ” કરી સરકારી ધારા-ધોરણ લાગુ કરી નીતિ નિયમ મુજબ પગાર ધોરણની અમલવારી થાય, એ માટે પગલાં ભરી વીસીઇ ઓને કાયમી કર્મચારી તરીકે રક્ષણ આપવું, તમામ મહત્વપૂર્ણ વિભાગો જેવા કે પંચાયત વિભાગ, મહેસૂલ વિભાગ,  કૃષિ વિભાગ,  નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ચૂટણીની કામગીરી, ૫૭ જેટલી ડિઝિટલ સેવા સેતુની કામગીરી આ બધા વિભાગોની કામગીરી માત્ર વીસીઇ ઓ દ્વારા કરાવામાં આવે છે  જેને ધ્યાને લઈને વર્ગ ૩ નો દરજજો આપીને સરકારી કર્મચારી જાહેર કરવા,

ઇ-ગ્રામ સોસાયટી દ્રારા પ્રાઇવેટી કરણને મહત્વ આપવામાં આવતું હોય તેને બંધ કરી સરકારી કામ VCE ઓને આપવામાં આવે અને સરકારી નીતિ નિયમો મુજબ VCE ઓને સરકારી લાભો આપવામાં આવે,

VCE ઓ ૨૦૦૬ થી કામગીરી કરતાં હોય વહીવટી તંત્ર  ગામ લોકો અને સરકાર વચ્ચે મહત્વપૂર્ણ કડી VCE ઓ હોય  જેથી સરકારની તમામ સહાયકારી યોજનાઓ,  ખેડૂતોને લગતી યોજનાઓ, ડિઝિટલ સેવા સેતુની કામગીરી વગેરે સફળતા પૂર્વક સચોટપૂર્ણ કામગીરી કરીને સરકારનાં હેતુલક્ષી આશયને પરિપૂર્ણ કરતાં હોય છે  સરકાર દ્રારા કેડરને કાયમી કેડરમાં ફેરવીને સરકારના કર્મચારી તરીકેનું બહુમાન આપવામાં આવે.

-ગ્રામ-VCE-ના-પડતર-પ્રશ્નો-અને-માંગણીઓનું-નિરાકરણ-કરી-નવું-મહેકમ-ઊભું-કરવા-માંગ...jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *