રૂ.૧૦ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરાય
ઊના દરીયાઇ કાંઠે વિસ્તારના ગામમાંથી નદી તેમજ દરીયાઇ માંથી ગે.કા. રેતી ચોરી થતી હોવાની બાતમી આધારે ખાણખનીજ વિભાગની ટીમ ત્રાટકતા કાળાપાણ અને સીમર ગામ નજીક ટ્રેક્ટટરમાં ગે.કા. રેતી ભરી હેરાફેરી કરતા બે ટ્રેક્ટર પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
કાણાપાણ અને સીમર ગામના નદી તેમજ દરીયાઇ કાંઠેથી રાત્રીના સમયે બેફામ રીતે ગે.કા.રેતી ચોરી થતી હોય ગીરસોમનાથ જીલ્લા ખાણ ખનીજ વિભાગના વિપુલ યોગી, રાહીત પટેલ, ધનશ્યામ વાઘાણી, સહીતની ટીમ સ્થળ પર ત્રાટકતા કાળાપાણ અને સીમર રસ્તા પરથી પસાર થતાં ગે.કા. રેતી ભરેલા ટ્રેક્ટરોને રોકાવી તલાસી લેતા વગર પરમીટે અને રોયલ્ટી ચોરી કરી લાખો રૂપિયાનું કોભાંડ આચરતા હોવાનું માલુમ પડતા ગે.કા. રેતી ભરેલા બે ટ્રેક્ટર કિ.રૂ.૧૦ લાખના મુદામાલ સાથે ઝડપી પાડી ખનીજ ચોરી કરનાર સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
