Gujarat

ઊનાના ખત્રીવાડા ગામના લોકો અને છાત્રોને ૭ કિ.મી.દૂર પગપાળા જઇ ખાનગી વાહનમાં બેસવુ પડે છે. ઉના સનખડા રૂટની એસટી બસ તાત્કાલીક શરૂ કરવા માંગ…

ઉના તાલુકાના સનખડા ગામે છેલ્લા ઘણા લાંબા સમયથી એસટી બસ શરૂ ન થતાં છાત્રોને ભારે મુશ્કેલી  પડી રહી છે. અને છાત્રોને ૨ થી ૭ કિ.મી.દૂર ચાલીને જવાનોવારો આવ્યો છે. વહેલી સવારે આજુબાજુના ગામ લોકોને ઉના સુધી જવા આવવા માટે પણ ઉપયોગી હોય આ બાબતે ગ્રામજનો છાત્રો દ્રારા અનેકવાર આ રૂટની બસ શરૂ કરવા માંગણી ઉઠવા પામેલ. તેમ છતાં પણ એસટી તંત્રના પેટનું પાણીય હલતુ ન હોય તેમ થોડા દિવસ પહેલા એક બે દિવસ સુધી બસ નામ પુરતી શરૂ કરવામાં આવેલ હતી. અને બાદ ફરીવાર આ રૂટની બસ બંધ કરી દેવાતા આ વિસ્તારના ગ્રામજનો અને છાત્રોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સનખડાથી છાત્રોને બે કિ.મી સુધી અને ખત્રીવાડા ગામના છાત્રોને ૭ કિ.મી. દૂર ઉના ભાવનગર હાઇવે સુધી ગાંગડા ગામે જવું પડે છે. જેમાં ખત્રીવાડા ગામના લોકોને સાત કિ.મી. નાછૂટકે પ્રાઇવેટ વાહનો  મુસાફરી કરવી પડે છે. આઅ બાબતે ગામના રાજકીય આગેવાનો ચુંટણીમાં લાગી ગયા હોય તેમ સનખડા રૂટની બસ શરૂ કરવા કોઇપણ જાતની કોઈ રજૂઆત કરવામાં આવેલ નથી. છાત્રોના હિતને ધ્યાને રાખી કોઈ આગેવાનો આગળ આવશે ખરા ? તેવો શૂર ગામ લોકોમાં સાંભળવા મળી રહ્યો હતો..

 

 

-લાંબા-સમયથી-બસ-શરૂ-થતાં-વિદ્યાર્થીઓને.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *