ઊનાના ગરાળ ગામે મહીલા પર સાસુ, સસરા, જેઠ, જેઠાણી સહીત છ શખ્સો દ્વારા માનસીક ત્રાસ આપતા મહીલાએ એસીડ પીઇ લેતા હોસ્પીટલમાં સારવાર હેઠળ હોય પોલીસમાં છ સામે ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી કાર્યવાહી કરેલ..
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પ્રકાશ નારણ જાદવ, નારણ જાદવ, બેનાબેન નારણ જાદવ, જીતુ નારણ જાદવ, ભાવનાબેન જીતુ જાદવ, તેમજ જ્યોતીબેન વીનુ બાંભણીયા રહે. ગરાળ તમામ શખ્સો દ્વારા દક્ષાબેન પ્રકાશભાઇ જાદવને બિભસ્ત ગાળો બોલી તેમજ રસોય બનાવવા બાબતે તેમજ ઘરના તથા વાડીના કામ, કરીયાવર બાબતે અવાર નવાર મેણાટોણા મારી શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપતા મહીલા પોતાના ઘરમાં બાથરૂમમાં રહેલ એસીડની બોટલ માંથી જાતે એસીડ પી જતાં તાત્કાલીક હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ છે. આમ મહીલા પર મેણાટોણા અને માનસીક દુઃખ ત્રાસ આપી મરવા મજબુર કરતા પોલીસમાં તમામ ૬ વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરેલ છે.