Gujarat

ઊનાના ગાંગડા-ટીંબી હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે બાઇકને ઉડાળી નાશી છુટ્યો, યુવાનનું મોત..

ઊના થી પોતાના ઘરે જતી વખતે ગાંગડા-ટીંબી ગામ વચ્ચે અકસ્માત સર્જાયો..

ઊના ભાવનગર હાઇવે રોડ પર આવેલ ગાંગડા અને ટીંબી ગામ વચ્ચે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જી નાશી છુટ્યો હતો. જેમાં બાઇક ચાલક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થતા  મોત નિપજ્યુ હતું. આ બાબતે મૃતકના પિતાએ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ નરેશભાઇ ભુપતભાઇ બારીયા ઉ.વ.૩૧ રહે. ટીંબી તા.જાફરાબાદ જી.અમરેલી તે પોતાના કામકાજ માટે બાઇક નં.જી.જે.૧૧ એફ એફ ૯૨૮૭ પર ઉના આવેલ હોય અને પરત ધરે જતી વખતે ઊના ભાવનગર હાઇવે પર આવેલ ગાંગડા અને ટીંબી ગામ વચ્ચે કોઇ અજાણ્યા વાહન ચાલકે નરેશભાઇની બાઇકને ટક્કર મારી નાશી છુટ્યો હતો. અને આ અકસ્માતમાં નરેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા લોહીલોહાણ હાલતમાં ઢળી પડેલ હતા. અને હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલકો એકઠા થઇ ગયેલ અને તાત્કાલીક ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્તને ઉના પ્રથમ ખાનગી હોસ્પીટલે ખસેડાયેલ જ્યા સારવારમાં તેનું મોત નિપજેલ હોવાનું તબીબે જણાવતા તેમના પરીવારમાં શોક પ્રસરી ગયેલ હતો. મૃતક યુવાનનું પીએમ માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ આ બાબતે મૃતકના પિતા ભુપતભાઇ રૂખડભાઇ બારીયાએ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *