ઊના ગીરગઢડા નજીક ગીરના વન્યપ્રાણીઓને સહેલાયથી શિકાર મળી રહેતો હોવાથી અવાર નવાર નજીકના વાડી વિસ્તાર તેમજ ગામ સુધી આવી ચડતા હોય છે. ત્યારે નાંદરખ ગામમાં રાત્રીના સમયે બાપા સીતારામના ઓટલા પાસે સિંહે ગાય પર હુમલો કરી દીધેલ અને મારણની મિજબાની માણી હતી. ત્યારે આ વિસ્તારમાં પશુઓમાં અફડા તફડી મચી ગયેલ હતી. જ્યારે સિંહ મારણની મિજબાની માણતા હોવાનો લાઇવ વિડીયો ત્યાથી પસાર થતા લોકોએ મોબાઇલમાં કેદ કરેલ હોવાનો સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ હતો. આમ ગામમાં સિંહ ધુસી આવતા રહેણાંક વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયેલ હતો. અને વનવિભાગ દ્વારા આ વન્યપ્રાણીઓને દૂર ખસેડવા માંગણી ઉઠવા પામેલ


