ઊનાના ઉમેજ અને પાતાપર ગામમાં વન્યપ્રાણી સિંહ, દીપડા અવાર નવાર ગામ તેમજ વાડી વિસ્તારમાં આવી ચડતા હોવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ છે. ત્યારે તાલુકાના પાતાપર ગામના ખેડૂત શૈલેષભાઈ રામજીભાઈ વઘાસીયાની પાધરની વાડીમાં ઢોર વડીયામાં દીપડો આવી ચડતા રાત્રીના સમયે ગાય, ભેંસ અને વાછરડા પર હુમલો કરી મારણ કરેલ હતું. તેમજ ઉમેજ ગામની સીમમાં પણ એક સિંહએ રેઢિયાળ ગાયનું મારણ કર્યું હતું. આમ સિંહ દીપડા આંટાફેરી કરી મંગાપશુને ટાર્ગેટ બનાવી હુમલો કરી મારણ કરતા હોય અને બાદમાં મારણની મિજબાની માણતા હોવાથી લોકોમાં ફફડાટ મચી ગયેલ છે. વનવિભાગ દ્વારા આ વન્યપ્રાણીને પંજરે પુરવા આ વિસ્તારના લોકોની માંગણી ઉઠવા પામેલ છે.
