ઊનાના તપોવન મંદિર પાસે મચ્છુન્દ્રી નદીના કાંઠે માલીકીની જમીનમાં ગે.કા. ખનીજ ચોરી થતી હોવાની બાતમી આધારે જીલ્લા ભૂસ્તર શાસ્ત્રી ખાણ ખનીજ વિભાગ દ્વારા ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ રેડઇ કરતા રૂ.૨૦ લાખથી વધુની ખનીજ ચોરી પકડી પાડી હતી. આજે ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનન કરનાર અને જમીન માલીક સહીત સામે પોલીસ ફરીયાદ થતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે..
ઉનાના તપોવન મંદિરની બાજુમાં આવેલ મચ્છુન્દ્રી નદીના કાંઠે સર્વે નં. ની માલીકીની જમીનમાં ઓગસ્ટ ૨૦૨૧ જયેશ બારડ રહે. કોડીનાર વાળો બિલ્ડીગ લાઇન સ્ટોન ખનીજનું ગે.કા. ચોરી કરતો હોય આ ખાણમાં ખોદકામ કરી પથ્થરો કાઢી બરોબાર સપ્લાઇ કરતો હોવાની બાતમી આધારે ગીરસોમનાથ જીલ્લા ભૂસ્તર શાસ્ત્રી ખાણ ખનિજ વિભાગ દ્વારા સ્થળ પર રેઇડ દરમ્યાન પથ્થરની ખાણમાં લાખો રૂપિયાની ખનીજ કાઢવામાં આવેલ હોય જ્યારે સ્થળ પર કોઇ સાધનો મળી આવેલ ન હતા. અને ખાણમાં ખાડાની માપણી કરતા કુલ ૪૧૪૧૨૫ મે.ટનની ખનીજ ચોરી કરેલ હોય જેની કિ.રૂ. ૨૦.૭૯ લાખની ચોરી પકડી પાડી હતી. ખનીજનું ખનન કરનાર જયેશ બારડ, જમીન માલીક સહીત સામે ખાણ ખનિજવિભાગે પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસ કાર્યવાહી હાથ ધરેલ છે..
