Gujarat

ઊનાના મોટાડેસર ગામે પીવાના પાણીના ટાંકામાં ઢાંકણું ફિટ ન કરાતા ગંદુ પાણી મિશ્ર થયું..

ઊનાના મોટાડેસર ગામમાં લોકોને પીવાના પાણી માટેનો ટાંકો આવેલો હોય આ ટાંકામાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા ઢાંકણુ ફિટ કરવામાં આવેલ ન હોવાના કારણે આજુબાજુ માંથી ગંદુ અને દુર્ગધ મારતુ પાણી આ ટાંકામાં જતા લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો મંડાય રહ્યો છે. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા લોકોને પીવાના પાણીના ટાંકાને ઢાંકણુ ફિટ કરાયેલ નથી. જોકે આ ટાંકા માંથી ગ્રામજનોને પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે. અગાઉ પર આજ ટાંકામાં બે સાપ મૃત હાલતમાં જોવા મળેલ હતા. હાલ આ ટાંકો જમીનમાં નીચે હોવાથી તેને ઢાંકણું ફિટ કરવું જરૂરી હોય તેમ છતાં પીવાના પાણીમાંજ ગંદુ પાણી મિશ્ર થઇ રહ્યુ છે. ત્યારે આ ટાંકાને ઢાંકણું ફિટ કરવા ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે.

-પીવાના-પાણીના-ટાંકામાં-ઢાંકણું-ફિટ-ન-કરાતા-ગંદુ-પાણી-જમા-થયું-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *