Gujarat

ઊનાના મોઠા ગામે માતાજીના માંડવામાં ગયેલા યુવાન સાથે સીટી વગાડવા બાબતે જગડો થતાં યુવાનની હત્યા…

સામાન્ય બાબતે ઉગ્રસ્વરૂપ ધારણ કરી ૩ શખ્સોએ તિક્ષણ હથિયારો વડે હુમલો કર્યો..

ઊના તાલુકાના મોઠા ગામે માતાજીના માંડવામાં બેસવા બાબતે અને સીટી વગાડવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થતા ૩ શખ્સોએ ગરાળ ગામના યુવાન પર છરી વડે હુમલો કરી હત્યા કરી નાખ્યાની ઘટના સર્જાતા પોલીસનો કાફલો માડી રાત્રીના ઘટના સ્થળે દોડી ગયેલ હતો. અને મૃતક યુવાનની મૃતદેહ ઉના સરકારી હોસ્પીટલ ખાતે પીએમ માટે ખસેડાયેલ છે. આ હત્યાની ઘટનામાં પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

ઘટના અંગેની પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉનાના ગરાળ ગામે રહેતા યશપાલસિંહ અખુભા વાળા ઉ.વ.૨૨ પોતાના મિત્ર સાથે ગઇ કાલેરાત્રીના મોઠા ગામે માતાજીના માંડવામાં હાજરી આપવા ગયેલા હતા. માતાજીના માંડવામાં દાફલાની રમઝટ બોલતી હોય ત્યારે બેસવા બાબતે અને સીટી વગાડવા અંગે યશપાલસિંહને મોઠા ગામના ચિરાગસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર, સંજયસિંહ જશાભાઇ પરમાર રહે. મોઠા, મહિપતસિંહ મનુભાઇ ગોહીલ રહે. સાંઢણીધાર તા.કોડીનાર વાળા સાથે ઘગડો થયેલ હતો. અને સામાન્ય બોલાચાલીમાં મુંઢ માર મારવા લાગેલ હતા. અને યશપાલસિંહ પડી જતાં ચિરાગસિંહ તથા તેના મિત્રા મહીપતસિંહે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી તેના પાસે રહેલી છરી વડે માથાના તેમજ છાતીના પેટના ભાગે પાંચ ઘા મારેલા અને લોહીલોહાણ હાલતમાં પડી જતાં વચ્ચે છોડાવવા આવેલા વસંતભાઇએ બુમો પાડતા આરોપીઓ નાશી ગયેલા અને મરણજનારને ઇમરજન્સી ૧૦૮ મારફતે ઉના સરકારી હોસ્પીટલે લાવતા  તેનું સારવાર મળે તે પહેલાજ મૃત્યુ નિપજેલ હતું. આ ઘટનાની જાણ ઉના પોલીસને થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતક યુવાનના કાકા મંગુભાઇ ઉર્ફે મંગળસિંહ રૂપસંગ વાળા દરબાર ઉ.વ.૫૦ની ફરીયાદ કાર્યવાહી હાથ ધરેલ છે. સમગ્ર બનાવની તપાસ પીઆઇ વી.એમ.ચૈધરી ચલાવી રહ્યા છે. અને ત્રણેય આરોપીઓની ગણત્રિની કલાકોમાં ઘડપકડ કરી લેવામામં આવી છે.

બોક્ષ્ – બંસીધર ગોશાળા લાભાર્થે નવરંગ માંડવો લોહીલોહાણ બન્યો….

ઉનાના મોઠા ગામે ગોંદરા ચોક વિસ્તારમાં બંસીધર ગોશાળા લાભાર્થે મોઠા ગામે માતાજીનો નવરંગ માંડવો બાર કલાકનો રાખેલ હતો. અને સમસ્ત ગામવતી આયોજીત આ માંડવામાં માતાજીના દર્શન કરવા આજુબાજુના ગામના લોકોને નિમંત્રણ અપાયેલ હતું. ગામના ભુવા તેમજ પંચના ભુવા અને અન્ય આમંત્રિત ભુવાઓના ડાંક વાગી રહ્યા હતા. ત્યારેજ આ લોહીયાળ હત્યાની ઘટના બનતા લોકોમાં નાશભાગ મચી ગયેલ હતી.

બોક્ષ્ –   મૃતક અને તેના મિત્ર વંડી ઉપર બેસીને સીટી મારતા હતા…

પોલીસ ફરીયાદમાં જણાવ્યા મુજબ મૃતક યશપાલસિંહ તેમજ તેના મિત્ર અને સગા કુટુંબના ભાઇઓ સાથે ગરાળ ગામ રાત્રીના દશ વાગ્યે માતાજીના માંડવે ગયેલા અને રાત્રીના એકાદ વાગ્યાની આસપાસના સમયે વંડી ઉપર બેસીને બુમોપાડી સીટી વગાડતા હતા. જેથી આગાળના ભાગે મહીલાઓ બેઠી હોય જેથી સીટી વગાડવા ના પાડતા ત્રણ શખ્સો આવીને યશપાલસિંહ ઉપર જીવલેણ હુમલો કરી હત્યા કરી નાખી હતી…

બોક્ષ્ – કાર્યક્રમની પરવાનગી લીધેલ ન હતી.

ગૈશાળા માતાજીના ભુવા ડાકડમરૂનો જાહેર કાર્યક્રમ યોજાયેલ હોય જેમાં આજુબાજુના મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલ હતા. અને વંડી ઉપર બેસી બુમો પાડી સીટી વગાડતા હતા. આ જાહેર કાર્યક્રમના આયોજક દ્વારા કાર્યક્રમની કોઇપણ જાતની પરવાનગી મેળવેલ ન હોવાનું પોલીસ અધિકારી દ્વારા જણાવેલ હતું….

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *