Gujarat

ઊનાના રાણવશી ગામના પાટીયા પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ ને ઇજા.. ટ્રેક્ટરના કટકા થઇ જતાં વિલ નિકળી રસ્તા પર ફંગોળાયુ…

ઊના વેરાવળ રોડ પર આવેલ રાણવશી ગામના પાટીયા પાસે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગમ્ખવાર અકસ્માત સર્જાતા ટ્રેક્ટરમાં બેસેલ બે મહીલા અને ટ્રક ચાલને ઇજા થતાં ૧૦૮ મારફતે કોડીનાર હોસ્પીટલે ખસેડાયેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉનાના રાણવશી ગામના પાટીયા પાસે ટ્રેક્ટર નં.જીજે. ૩૨ કે ૩૦૯૯ નો ચાલક ગીરગઢડા તાલુકાના સનવાવ ગામે ખેતી વાડીના કામ સબબ ગયેલ અને કામકાજ પૂર્ણ કરી ટ્રેક્ટર લઇને અડવી ગામે પોતાના ઘરે જવા નિકળેલ એ સમય દરમ્યાન માઢગામ નજીક રાણવશીના પાટીયા પાસે કોડીનાર તરફથી આવતો ટ્રક નં.જીજે ૦૧૪ એ ડબલ્યુ ૮૬૨૭ ના ચાલકે ટ્રેક્ટરને હેડફેટે લેતા ટ્રેક્ટરમાં બેસેલા મનિષાબેન રમેશભાઇ ભીલવાલ તેમજ અનિતાબેન બન્ને યુવતીને તેમજ ટ્રેક ચાલક દિનેશ ગુજરીયાને ઇજાઓ થઇ હતી. ત્યાના લોકોએ ઇમરજન્સી ૧૦૮ને જાણ કરતા બે-બે ઇમ્બ્યુલન્સના વિશાલભાઇ ચોહાણ, રાયસિંગ બાંભણીયા, અર્જુનભાઇ ડાભી, શિલ્પાબેન ડોડીયા સહીત ઘટના સ્થળે દોડી જઇ ઇજાગ્રસ્તોને તાત્કાલીક કોડીનાર હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ છે. આ અકસ્માતમાં ટ્રેક્ટરના કટકા થઇ જતાં વિલ નિકળી રોડ પર ફંગોળાઇ ગયેલ હતું. આ બાબતની ફરીયાદ ઉના પોલીસમાં સુરમેલભાઇ તોલીયાભાઇ ભીલવાલ રહે. હાલ અડવી વાળાએ ટ્રક ચાલક દિનેશ હરીભાઇ ગુજરીયા રહે. માળવાવ તા.મહુવા વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

-વચ્ચે-અકસ્માતમાં-૨-ને-ઇજ-4.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *