ઊનાના રામપરા ગામે આવેલ વાડી વિસ્તારમાં અજગર આવી ચડ્યો હતો. અને વાડીમાં ફરતે બાંધેલ જાળીમાં અચાનક ૬ ફુટનો અજગર ફસાઇ જતાં મહામુસીબતે મહાકાય અજગરને બહાર કાઢી જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
રામપરા ગામના ખેડૂત ભગતભાઇ અરજણભાઇ રામની વાડીમાં અચાનક ૬ ફુટનો મહાકાય અજગર આવી ચડ્યો હતો. અને આ મહાકાય અજગર વાડીના શેઢા પાસે જાળી બાંધેલ હોય તેમાં અચાનક ફસાય ગયેલ હોય વાડી માલીકને નજરે પડતા તાત્કાલીક વનવિભાગને જાણ કરતા વિરાભાઇ ચાવડા તેમજ નવાબંદર રાઉન્ડ સહીતની ટીમ સ્થળ પર આવી પોહચી હતી. અને આ મહાકાય અજગર ફસાઇ ગયેલ જાળી માંથી મહામુસીબતે બહાર કાઢવામાં આવેલ ત્યાર બાદ તેને વનવિભાગ દ્વારા જંગલ તરફ મુક્ત કરવામાં આવેલ હતો. આમ વાડી વિસ્તારોમાં અજગર આવી ચડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો…
