ઊના ભાવનગર રોડ પર આવેલ વ્યાજપુર ગામે ફોરટ્રેક રોડ પર અંડર ગ્રાઉન્ડ બ્રિજનું નાળુ નાના અને સાંકળુ તેમજ પાણીનો નિકાલ ન કરાતા નાના મોટા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. અને દર વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદ થાય છે. ત્યારે હાઇવેના અંડરબ્રિજના નાળામાં કળ સમા પાણી ભરાયેલ હોવાના કારણે વ્યાજપુર ગામના લોકોને વાહન પસાર કરવું ભારે મુશ્કેલ બની ગયેલ છે. આ બાબતે પંચાયત દ્વારા અગાઉ અનેકવાર હાઇવે ઓથોરીટીને રજુઆત કરવા છતાં હાઇવેના તંત્રના પેટનું પાણીય હલતુ ન હોય તેમ આ વિસ્તારના લોકો અને ગ્રામજનોને કળ સમા પાણી માંથી ભય હેઠળ પસાર થવુ પડે છે. જેથી આ નાળુને સફાઇ કરી પાણીનો નિકાલ કરવા ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે.
