સાસરીયા પક્ષના તમામ સભ્યો દ્રારા ઘરકાર તેમજ કરીયાવર લાવી નથી તે બાબતે મેણાટોણા મારી માનસીક ત્રાસ આપતા..
ઊનાના શાહડેસર ગામે રહેતી પરણીત મહીલાના લગ્ન પાંચ વર્ષે પહેલા સુત્રાપાડા તાલુકાના સોલજ ગામે થયેલ હતા. ત્યા તેમના સાસરીયા પક્ષના પતિ, સાસુ, સસરા, નણંદ, દેયર, સહીતના પાંચ શખ્સો દ્રારા અવાર નવાર ઘરકામ કરવા બાબતે તેમજ આર્થિક અને માનસીક રીતે ત્રાસ આપતા હોય આ બાબતે મહીલાએ ઉના પોલીસમાં પાંચ શખ્સો સામે ફરીયાદ નોધાવેલ હતી.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પતિ ભરત મેધજી કાથડ, સસરા મેઘજી બાલુ કાથડ, સાસુ મણીબેન મેઘજી કાથડ, દિયર પ્રતાપ મેઘજી કાથડ, નણંદ વર્ષાબેન મેઘજી કાથડ રહે. સોલજ તા.સુત્રાપાડા આ તમામ શખ્સો દ્રારા લતાબેન ભરતભાઇ કાથડને ઘરકામ બાબતે તેમજ કરીયાવર કાંઇ લાવી નથી તે બાબતે મેણાટોણા મારી બિભત્સ ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી શારીરીક મામનસિક દુઃખત્રાસ આપતા હોવા અંગેની લતાબેનએ સાસરીયા પક્ષના પતિ, સસરા, સાસુ, નણંદ, દિયર સહીતના પાંચ વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.
