ઊના – ઊના તાલુકાના સનખડા ગામના મહીલા સરપંચ દ્વારા વર્ષ ૨૦૧૭ની સાલમાં ૧૪ માં નાંણાપંચની ગ્રાન્ટ માંથી ગામના વિકાસના ભાગરૂપે સ્ટ્રીટલાઇટ લગાડવાની હોય અને આ સ્ટ્રીટ લાઇટની ખરીદી તથા ગામમાં સ્ટ્રીટ લાઇટ ઓછી લગાડવામાં આવેલ હોય આ અંગેની જીલ્લા વિકાસ અધિકારી સમક્ષ ફરીયાદ થતાં ગત તા.૧૪ ઓક્ટો.૨૦૧૯ ના રોજ સનખડા ગામના મહીલા સરપંચ સેજલબા સતુભા ગોહીલને ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૭ (૧) હેઠળ સરપંચના હોદા પરથી દૂર કરવામાં આવેલ જ્યારે આ સ્ટ્રીટ લાઇટ કોંભાંડમાં મહીલા સરપંચના પતિ દ્વારા સમગ્ર કોંભાડ કરવામાં આવ્યુ હોવાની ચર્ચા પણ ગામમાં ઉઠવા પામેલ તેની સામે મહીલા સરપંચ હોદા પરથી દૂર કરાયા બાદ તા ૧ નવે.૨૦૧૯ ના અપીલ દાખલ કરેલ અને ખુરશી બચાવવા સ્ટે લાવેલ અને તે સમયે પોતાની ખુરશી બચી ગયેલ..
પરંતુ આ સ્ટ્રીટ લાઇટનું કોંભાડ સામે સનખડા ગામના આગેવાન નાથાભાઇ સોમાભાઇ ગોહીલ વિકાસ કમિશ્નર ગાંધીનગર સમક્ષ રજુઆત કરતા આ સ્ટ્રીટ લાઇટનું કોંભાડ ફરી પાછુ ખુલેલ જેમાં વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૧ દરમ્યાન છ વખત સુનાવણી રાખવામાં આવેલ જેમાં તમામ પક્ષકારોની રજુઆતો દલીલો તથા રજુ થયેલ આનુષાંગિક રેકર્ડ ધ્યાને લઇ અરજીની સુનાવણી પૂર્ણ કરેલ. અને વિકાસ કમિશ્નરે દરેક બાબતો ધ્યાનમાં રાખેલ અને મહીલા સરપંચ દ્વારા ગામમાં ૨૦૦ સ્ટ્રીટ લાઇટને બદલે ૧૮૬ લાઇટજ લગાડવવામાં આવેલ છે. આમ ૧૪ લાઇટ ઓછી ફિટ કરેલ હોય રૂ. ૭૨,૬૫૦.૨૦પૈસા નું કોંભાંડ આચરેલ હોય વધુમાં મહીલા સરપંચ દ્વારા ગામમાં સ્ટ્રીટ લાઇટ લગાડ્યા બાદ ખાનગી એન્જીનિયરનું કમ્પ્લીશન સર્ટીફીકેટ મેળવેલ જે માન્ય રાખવામાં આવેલ ન હોય આ સ્ટ્રીટ લાઇટનું કોંભાડ કરવામાં આવેલ હોય તેની સામે મહીલા સરપંચ પોતાની ખુરશી બચાવવા અનેક હવાતિયા માર્યા હોવા છતાં પણ આ ૧૪ ઓછી લાઇટનું કોંભાડ થયુ હોવાનું રેકર્ડ આધારે સ્પ્ષ્ટ થતા મહીલા સરપંચે જે ૧૪ સ્ટ્રીટ લાઇટનું કોંભાડની રકમ રૂ.૭,૬૫૦/૨૦ પૈસા ગ્રામ પંચાયતના ફંડ ખાતે દિવસ ૩૦ માં જમા કરાવવાનો હુકમ જે ૧૪ ઓક્ટો.૨૦૧૯ના કરવામાં આવેલ તે કાયમ રાખવાનો તેમજ મહીલા સરપંચને હોદા પરથી દૂર કરવા સામે વચગાળાનો મનાઇ હુકમ પણ ઉઠાવી લેવામાં આવતા અંતે મહીલા સરપંચની ખુરશી ગુમાવવાનો વખત આવ્યો….
બોક્ષ્ – કોંભાડ કર્યુ પતિએ ખુરશી ગઇ પત્નિની…
સનખડા ગામના મહીલા સરપંચ સેજલબા સતુભા ગોહીલ પતિએ સ્ટ્રીટ લાઇટમાં રૂ.૭૨,૬૫૦/૨૦ પૈસાનું કોંભાડ બાદમાં ખુરશી બચાવવા દોડા-દોડી અંતે કોંભાડ સાબિત થતાં મહીલા સરપંચની ચુંટણી સમયેજ ખુરશી જતાં ગામમાં ચર્ચાનો વિષય બનેલ છે…
