Gujarat

ઊનાના સામતેર પ્રા.આરોગ્ય કેન્દ્રમાં એકજ દિવસમાં ૫ નોર્મલ ડિલેવરી કરાય

ઊનાના સામતેર ગામે આવેલ પીએચસી કેન્દ્ર હેઠળ ૧૦ થી વધુ ગામો આવતા હોય જેમાં આજુબાજુના ગામો માંથી દર્દીઓ સારવાર તેમજ તપાસ અર્થે આવતા હોય છે. ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારની મહીલાઓની ડિલેવરી સમયે પ્રા.આરોગ્ય કેન્દ્રમાં દાખલ થયેલ હોય જેમાં ૫ મહીલાની પ્રસુતિ કરાતા નોર્મલ ડિલેવરી કરાય હતી. આમ તો ખાનગી હોસ્પીટલમાં નોર્મલ ડિલેવરીનો ખર્ચ ૩ થી ૫ હજાર સુધીનો થતો હોય છે. પરંતુ સામતેરની સરકારી હોસ્પીટલમાં મહીલાઓની નોર્મલ ડિલેવરી કરાતા આરોગ્ય વિભાગના મેડીકલ ઓફીસર અને સ્ટાફની કામગીરીને મહીલા દર્દીઓના પરીવારજનોએ આભાર વ્યક્ત કરેલ હતો. જોકે સરકારી પ્રા.આરોગ્ય કેન્દ્રમાં ડિલેવરી કરવા અપીલ કરાય હતી. અને ગરીબ પરીવારો માટે સામતેર પીએચસી કેન્દ્ર આર્શીવાદ સમાન ગણાય છે.જોકે લોકોના પૈસા અને સમય બન્નેનો બચાવ થાય છે.

.આરોગ્ય-કેન્દ્રમાં-એકજ-દિવસમાં-૫-નોર્મલ-ડિલેવરી-કરાય...jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *