Gujarat

ઊનામાં કેસરબાગના બિલ્ડીંગ પરથી યુવાન પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં મોત નિપજ્યુ..

ઊના શહેરમાં આવેલ કેસરબાગ વાડીમાં કામ કરતો યુવાન બિલ્ડીંગ પરથી નીચે પટકાતા યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજેલ હતું.   આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ હિરેન્દ્રકુમાર રમેશભાઇ કોરીયા ઉ.વ.૨૧ રહે. નાની દાસારી તા. કેશોદ જી.જુનાગઢ તે ઉના શહેરના એસબીઆઇ બેંક પાસે આવેલ કેસરબાગ વાડીમાં શુક્રવારે રાત્રીના આઠ વાગ્યાની આસપાસ એસીપીસી અુલ્યુમિનીયમ સીટ લગાવતી વખતે સ્ક્રુ મારતો હતો. એ દરમ્યાન અચાનક યુવાનનો પગ લપ્સી જતાં બિલ્ડીંગના પેલા માળ ઉપરથી નિચે પટકાતા માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઇ હતી. આ બનાવ બનતા આજુબાજુના લોકોને જાણ થતા તાત્કાલીક વાડીમાં દોડી ગયેલ અને ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલીક હોસ્પીટલે ખસેડાયેલ જ્યા તેમનું સારવાર દરમ્યાન મોત નિપજેલ હતું. આ અંગે નરસિંહભાઇ કોરીયા પ્રજાપતીએ પોલીસમાં જાહેર કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *