Gujarat

ઊના કંસારી પાસે વિજવાયર લટકતો હોવાથી મોટા વાહન ચાલકો હેરાન પરેશાન…

ઊના ધોકડવા ગામે જતાં મુખ્ય રસ્તા પર આવેલ કંસારી ગામે રસ્તા ઉપરથી પસાર થતી વિજલાઇનનો વાયર બન્ને થાંભલાથી ઢીલો હોવાના કારણે વિજ કેબલ વાયર નીચે લટકી રહ્યો છે. ત્યારે આ રસ્તા પરથી પસાર થતા મોટા વાહનો જેવા કે ટ્રકો અવાર નવાર પસાર થતા હોય છે. ત્યારે આ વિજ કેબલનો વાયર અવાર નવાર નડતરરૂપ થતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે મોટા વાહનો ટ્રકમાં વધુ લોડીંગ અને ઉચે સુધી બાંધેલ હોવાથી વાયરને અડે છે. જેથી ઇલેક્ટ્રીક શોર્ટસક્રિટનો અને અકસ્માતનો ભય વાહન ચાલકોને રહે છે. અને આ વિસ્તારના રહેવાસી અને દુકાનદારોના જીવ તાવડે ચડી જતા હોય છે. અહીથી પસાર થતા ટ્રકમાં વધુ માલસામાન હોવાથી ધીમે પાડીને વિજ કેબલને ઉંચો કર્યા બાદ વાહન પસાર કરવો પડે છે. આમ અવાર નવાર વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા હોવાથી આ વિસ્તારના દુકાનદારો અને રહેણાક વિસ્તારના લોકો દ્વારા આ બાબતે રજુઆત કરવા છતાં વાયરને તાણીને બાંધવામાં આવેલ ન હોય અને અવાર નવાર વાહનમાં ફસાય જતા કેબલ વાયરથી શોટસક્રિટથી થતો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આથી પીજીવીસીએલ દ્વારા તાત્કાલીક વાયરને તાણી ઉચે બાંધવા આ વિસ્તારના લોકોની માંગણી ઉઠવા પામેલ છે.

-પાસે-વિજવાયર-લટકતો-હોવાથી-મોટા-વાહનો-હેરાન-પરેશાન-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *