અધિકારીની મીલીભગતથી ખેડુતોને આજદિન સુધી સરકારએ જાહેર કરેલ મુજબ સહાય મળી નથી.
ભારતીય કિશાન સંધ દ્રારા તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી..
ઊના – ઊના ગીરગઢડા તાલુકામાં તાઉતે વાવાઝોડના ૧૫૫ દિવસ વિતી ગયા હોવા છતાં અધિકારીઓની મીલીભગતથી ખેડુતોને આજદિન સુધી સરકારએ જાહેર કરેલ મુજબ સહાય ચુકવવામાં આવી નથી. તલાટી મંત્રીઓ, ગ્રામસેવક, વિતરણ અધિકારી, તેમજ તાલુકાના અધિકારીની મીલીભગતથી ગામ લોકો સહાયથી વંચિત રહ્યા છે. આ બાબતે યોગ્ય તપાસ કરી સર્વે કરવામાં આવે અને તાત્કાલીક સહાય ચુકવવાની માંગ ભારતીય કિશાન સંધ ગીરસોમનાથ જીલ્લા ઉપપ્રમુખ બાબુભાઇ મકવાણાએ તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી…
ઉના અને ગીરગઢડા તાલુકામાં વરસાદના કારણે ખેડૂતોને કપાસ અને મગફળી સહીત પાકોને અતિવૃષ્ટિના કારણે ખેડુતને મોઢે આવેલ કોળીયો પાણીમાં તણાય ગયેલ હોય સરકાર દ્વારા સર્વે કરાવી જગતના તાતને સહાય ચુકવવામાં આવે અને સહાય પેકેજમાં ગીર સોમનાથ જીલ્લાનો સમાવેશ કરેલ નથી. તાઉતે વાવાઝોડાને ૧૫પ દિવસ થયા છતાં પી.જી.વી.સી.એલ.ના કર્મચારીના કારણે આજદિન સુધી ખેડૂતોને ખેતીવાડી વિજપુરવઠો પહોચાડવામાં નિષ્ફળ ગયેલ છે. અને કામગીરી પણ હજુ સુધી પૂર્ણ કરવામાં આવેલ નથી. જેથી ખેડુતોને ભારે નુકશાન થયેલ છે. ઉપરાંત ખેડૂતોને મોટા મોટા બીલ આપી દેવામાં આવેલ છે.
તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓની મીલીભગતના કારણે ખેડૂતોનું કોઈ સાંભળતુ ન હોય તેમ તાલુકામાં બેઠેલા અધિકારીને કોઈ કહેનારજ નથી. જેના કારણે ગીર સોમનાથ જીલ્લાના તાનાશાહી સરકારી બાબુઓ મનમાની કરી રહ્યા છે. જો આમાથી સરકારી બાબુઓ તાનાશાહી માથી બહાર નહી આવે તો ભારતીય કિસાન સંઘ ગીર સોમનાથ જીલ્લાના ઉપ પ્રમુખ મકવાણા બાબુભાઈ અરજણભાઈ સહીત ખેડૂતો નાછુટકે ઉપવાસ આંદોલન, આત્મવિલોપન કરવા મજબુર થવું પડશે.
જો ૧૫ દિવસમાં કોઇ નિરાકરણ નઈ આવે તો ઉના તાલુકા પંચાયત કચેરી સામે ધરણા ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેમ છતાં નિરાકરણ નહી આવે તો ત્યાર પછી આમવિલોપન કરવાની ફરજ પડશે. આમ ખેડુતોને સહાય તાત્કાલીક ચુકવવામાં નહી આવે તો તાલુકા વિકાસ અધિકારી જવાબદાર રહેશે તેવી ચિમકી ભારતીય કિશાન સંધ દ્વારા તા.વિ.અધિકારીને લેખિત રજુઆત કરી હતી..
